दुनिया

એઆઈ માનવજાત પર હાવી ન થવું જોઈએ : પોપ લિયોની ચેતવણી | AI should not dominate humanity: Pope Leo warns



– ‘મેગ્નિફિકા હ્યુમાનિટાસ’ નામનો દસ્તાવેજ જાહેર કર્યો 

– એઆઈ ઉપયોગી પરંતુ, નિયંત્રણ વગર આગળ વધશે તો ખોટી માહિતી ફેલાશે, યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થશે

રોમ : પોપ લિયોએ આટફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે વિશ્વને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ટેકનોલોજી માનવજાત પર હાવી ન થવી જોઈએ. તેમણે સરકારોને એઆઈના ડેવલપમેન્ટની ગતિ ધીમી પાડવા અને તેને લગતા કડક વૈશ્વિક નિયમો બનાવવાની અપીલ કરી છે. 

વેટિકનમાં જાહેર કરાયેલા તેમના દસ્તાવેજ ‘મેગ્નિફિકા હ્યુમાનિટાસ’માં પોપે જણાવ્યું કે, એઆઈ માનવજાત માટે ઉપયોગી બની શકે છે પરંતુ, જો તે નિયંત્રણ વગર આગળ વધશે તો ખોટી માહિતી ફેલાશે, રોજગાર પર અસર થશે અને યુદ્ધ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પોપ લિયોએ એઆઈ આધારિત હથિયારો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કેટલીક આધુનિક યુદ્ધ પ્રણાલીઓ હવે માણસોના નિયંત્રણની બહાર જતી રહી છે. આ પ્રકારની ટેકનોલોજી અનંત યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી શકે છે. 

એઆઈને માનવજાત પર પ્રભુત્વ જમાવતાં રોકવું જરૂરી છે. માનવીય સર્જનાત્મકતા, લાગણીઓ અને સંબંધોનું સ્થાન કોઈ ટેકનોલોજી લઈ શકતી નથી. એઆ જો માત્ર માહિતી અને અલ્ગોરિધમ આધારિત દુનિયા ઊભી કરશે તો ધીમે ધીમે લોકો વિચાર વિના માહિતાના ઉપભોક્તા બની જશે. વિશ્વભરમાં એઆઈની વધી રહેલી ચર્ચા વચ્ચે વેટિકનની આ ઘોષણાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 



Source link

Related Articles

Back to top button