गुजरात

આજવા ચોકડી નજીકથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ-બિયરનો જથ્થો ભરેલી ભરેલી ઇનોવા કાર ઝડપી | Police chased an Innova car loaded with liquor and beer near Ajwa Chowkdi



Vadodara Liquor Smuggling : કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી તરફ વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કાર પસાર થવાની બાતમીના આધારે પોલીસે ગઈ રાત્રે 11:30 વાગ્યે હરિયાળી હોટલ સામે વોચ ગોઠવી હતી.

બાતમી મુજબની ઇનોવા કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે કાર ઊભી રાખવાને બદલે પુરઝડપે હંકારી મૂકી હતી. જેના પગલે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો શરૂ કર્યો હતો. આખરે આજવા ચોકડી પાસે આવેલી કાન્હા લેન્ડમાર્ક સોસાયટીમાં એચ-વન ટાવર પાસે કારને આંતરી હતી.

પોલીસે કારમાં બેઠેલા રવિ મધુભાઈ મર્મલ (રહે. રાજુલા, અમરેલી) અને મેહુલ શાર્દુલભાઈ સાંભળ (રહે. પાલીતાણા, ભાવનગર)ને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 312 નંગ બિયર કિંમત રૂ.68,640, દારૂના 144 ક્વોટર કિંમત રૂ.24,624, બે મોબાઈલ ફોન તથા ઇનોવા કાર સહિત કુલ રૂ.10,94,764નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી મેહુલે કબૂલાત કરી હતી કે ‘નેપાલ’ નામનો વ્યક્તિ, (રહે. અલીરાજપુર,મધ્યપ્રદેશ), ડભોઇ ખાતે આ દારૂ ભરેલી કાર આપી ગયો હતો. કપુરાઈ પોલીસે બંને આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ દારૂ સપ્લાય કરનાર નેપાલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.



Source link

Related Articles

Back to top button