गुजरात

ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe in Dundas village



ઇજાગ્રસ્ત
યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

બાઈક
પર ધસી આવેલા ત્રણ ઈસમોએ યુવાનને માર મારી ધમકી આપી

ભાવનગર
–  મહુવા તાલુકાના ડુંડાસ ગામે રહેતા
યુવાનને પ્રેમ સંબંધ મામલે ત્રણ ઈસમોએ લોખંડના પાઇપ અને કુહાડી વડે માર મારી ઈજા
પહોચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

મહુવા
તાલુકાના ડુંડાસ ગામના મફરપરા પ્લોટ વિસ્તારમાં રહેતા બટુકભાઈ ગીરધરભાઇ ભાલિયાને
યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની દાજ રાખી નરેશ કાળુભાઈ શીયાળ
,જગા કાળુભાઈ શીયાળ,દિલીપ નરેશભાઇ શીયાળએ એક સંપ કરી રોણીયા ગામ જવાના રસ્તા ઉપર આવેલા
પીરબાપાની દરગાહે ધસી જઈ મોટર સાયકલ ઉપર બેઠેલા હતા ત્યારે ત્રણેય બાઇક પર ધસી આવી
લોખંડનો પાઇપ બટુકભાઈના બાઈક પર મરતા બટુકભાઈ મારથી બચવા માટે ખેતરોમાં ભાગવા
લાગેલ જેથી આ ત્રણેય લોકો તેની મોટરસાયકલ પાછળ આવી ત્રણેય ઈસમે લોખંડના પાઇપ
,કુહાડી વડે બટુકભાઈને માર મારી ગંભીર ઇજા પહોંચાડતા ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે બટુકભાઈએ ત્રણ શખ્સ વિરૃધ્ધ
મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button