दुनिया

એઆઈ હવે 3,500 વર્ષ જૂની ક્યુનિફોર્મ લિપિ વાંચવા સક્ષમ બન્યું | AI now able to read 3 500 year old cuneiform script



– જર્મનીના સંશોધકોએ નવી એઆઈ ટૂલ વિકસાવી 

– ત્રણ દિવસનું કામ પાંચ મિનિટમાં શક્ય બન્યું: હિટ્ટાઈટ સંસ્કૃતિના અનેક ગુમ થયેલા રહસ્યો બહાર આવશે

બર્લિન : એઆઈ હવે ઇતિહાસના રહસ્યો ઉકેલવામાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. જર્મનીના સંશોધકોએ એક એવું એઆઈ આધારિત ટૂલ બનાવ્યું છે, જે લગભગ ૩,૫૦૦ વર્ષ જૂની ક્યુનિફોર્મ લિપિને ઝડપથી ઓળખી અને વાંચી શકે છે. આ શોધથી પ્રાચીન હિટ્ટાઈટ સંસ્કૃતિના અનેક ગુમ થયેલા રહસ્યો બહાર આવી શકે છે. 

આ નવી ટેકનોલોજીનું નામ પેલિયોગ્રાફિક્મ રાખવામાં આવ્યું છે. તેને જર્મનીની યુનિવસટી ઓફ વુર્ઝબર્ગના સંશોધકોએ વિકસાવી છે. આ એઆઈ સિસ્ટમ પ્રાચીન માટીના ટેબ્લેટ્સ પર લખાયેલા ક્યુનિફોર્મ ચિહ્નોની શૈલી, આકાર અને લખાણની અલગ ઓળખાણ કરી શકે છે. આ ટેકનલોજી પહેલા પાંચ જેટલા તૂટેલા ટુકડાઓને સરખાવી યોગ્ય મેળ બેસાડવામાં લગભગ ત્રણ દિવસ જેટલો સમય લાગી જતો હતો. હવે એ જ પ્રક્રિયા એઆઈની મદદથી માત્ર પાંચ મિનિટમાં શક્ય બની રહી છે. 

ક્યુનિફોર્મ વિશ્વની સૌથી પ્રાચીન લેખન પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. હજારો વર્ષ પહેલાં મેસોપોટેમિયા અને હિટ્ટાઈટ સંસ્કૃતિમાં માટીના પાટિયાં પર ખૂણાવાળી નિશાનીઓ દબાવીને આ લિપિ લખાતી હતી. પરંતુ સદીઓ દરમિયાન ઘણા ટેબ્લેટ્સ તૂટી ગયા અને તેમના ભાગો દુનિયાભરના મ્યુઝિયમોમાં વિખેરાઈ ગયા. આ તૂટેલા ભાગોને ફરી જોડીને લખાણ સમજવું સંશોધકો માટે અત્યંત મુશ્કેલ કાર્ય હતું. આ એઆઈ સિસ્ટમ ૭૦,૦૦૦થી વધુ ડિજિટાઇઝ્ડ ફોટોગ્રાફ્સ અને લગભગ ૫૦ લાખ ક્યુનિફોર્મ ચિહ્નોનું વિશ્લેષણ કરી શકે છે. તે અલગ અલગ લેખકોની લખવાની શૈલી પણ ઓળખી શકે છે. 



Source link

Related Articles

Back to top button