गुजरात

ખેડૂતવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 5 શખ્સ ઝબ્બે | Police raid gambling den in Khedutvas 5 people arrested



મુખ્ય
સૂત્રધાર માતા-પુત્ર સહિત પાંચ લોકો ફરાર

લોકલ
ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૃા.૫૦ હજાર કબજે લીધા

ભાવનગરભાવનગર ખેડુતવાસ
મેલડીમાંની ધાર
, મફતનગરમાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ
બ્રાન્ચે દરોડો પાડી પાંચ ઇસમને અડધા લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે
મુખ્ય સૂત્રધાર સહિત પાંચ લોકો ફરાર થઈ ગયા હતા.

ભાવનગર
એલસીબીનો સ્ટાફ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ
કે
, ભાવનગર,
ખેડુતવાસ,મેલડીમાંની ધાર, મફતનગર, શાંતાબેનના ઘરની બાજુમાં જાહેરમાં ખુલ્લી
જગ્યામાં શાંતાબેન કેશાભાઇ ચુડાસમા તથા તેમનો દિકરો અવિનાશ બહારથી માણસો બોલાવી
સવલત પુરી પાડી થડા ઉપર પૈસા ઉઘરાવવા માણસો રાખી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર
રમાડે છે અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે
દરોડો પાડી સંજય ઉર્ફે કુંભાર ધરમશીભાઇ ધંધુકીયા ( રહે.૫૫૫ ઈંટના ભટ્વાની બાજુમાં
,
મામાના ઓટલાની પાછળ, સીદસર વરતેજ રોડ, ભાવનગર ) ,પંકજ લક્ષ્મણભાઇ ગોસ્વામી ( રહે. ફલેટ
નં.૫૦૫
, એ વીંગ, મુખ્ય મંત્રી આવાસ
યોજના
, ગુરૃનગર, હાદાનગર, ભાવનગર ),મેહુલ ઉર્ફે ટીપુ કાળુભાઇ વાઘેલા ( રહે.
પુરીનો ચોક
, વાઘેલા મઢ પાસે, કરચલીયા
પરા
, ભાવનગર  ),અફઝલ ઉર્ફે ગજીયો હબીબભાઇ બાવનકા ( રહે.કામળફળી ચોક, રબ્બાની મસ્જીદની બાજુમાં, ભાવનગર  ),     નિતીન ઉર્ફે કાળુ કિશોરભાઇ મકવાણા (રહે.શેરી નં.૦૩,ગૌશાળા
પાસે
,ઘોઘા રોડ
ભાવનગર  ) ને રોકડા
રૃ.૫૩
,૩૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે મુખ્ય
સૂત્રધાર શાંતાબેન કેશાભાઇ ચુડાસમા
,અવિનાશ કેશાભાઇ ચુડાસમા
,નકુલ મેર ,મહેશ ઉર્ફે ગણપત મનજીભાઇ ચૌહાણ,આકાશ ઉર્ફે ભેસો રાઠોડ (રહે. તમામ મફતનગર, ખેડુતવાસ,
મેલડીમાની ધાર, ભાવનગર ) પોલીસને હાથતાળી આપી
ફરાર થવામાં સફળ રહ્યા હતા.લોકલ ક્રાઈમ બ્રાન્ચે તમામ વિરૃધ્ધ ઘોઘા રોડ પોલીસ
સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ 
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button