गुजरात

દ્વારકાધીશ મંદિરે સમગ્ર અધિક પુરૂષોત્તમ માસમાં ઉત્સવો ઉજવાશે | Festivals will be celebrated throughout the entire month of Purushottam Mass Dwarkadhish Temple



તા. 27મીએ તુલસીવિવાહ ઉત્સવ, 31 મીએ દેવદિવાળી ઉજવાશે વસંતપંચમી, રામ નવમી, વિજયા દશમી, પુષ્પ શૃંગાર, તુલસી વિવાહ, વામન દ્વાદશી, જન્માષ્ટમી ગોવર્ધન પૂજા, અન્નકુટ મનોરથ સહિત શૃંખલા

 દ્વારકા, : યાત્રાધામ દ્વારકા ખાતે  દ્વારકાધીશ જગત મંદિરે અધિક પુરૂષોત્તમ માસ દરમિયાન અનેક ઉત્સવો ઉજવવાનેુ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ જગત મંદિરે વર્ષમાં જે ઉત્સવ આવતા હોય તે ઉત્સવો તિથિ પ્રમાણે આ અધિક પુરૂષોત્તમ માસ દરમિયાન ઉજવવામાં આવશે, જેમાં હિંડોળા દર્શન, વસંતપંચમી, રામ નવમી, વિજયા દશમી, પુષ્પશૃંગાર, તુલસી વિવાહ , વામન દ્વાદશી, દેવદિવાળી, જન્માષ્ટમી ગોવર્ધન પુજા, અન્નકુટ મનોરથ વિગેરેનો સમાવેશ થાય છે.

જેમાં તા. 20/5 બુધવારે હિંડોળા ઉત્સવ ઉજવાશે શ્રીજી ના સવાર સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે. ઉત્સવ દર્શન સાંજે થશે. 21/5 ગુરૂવાર વસંત પંચમી ઉત્સવ ઉજવાશે. જેમાં શ્રીજીના દર્શન ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તા. 24/5 ના રામનવમી ઉત્સવ ઉજવાશે. સવારે 10-15 થી 12 સુધી દર્શન બંધ રહ્યા બાદ ઉત્સવ દર્શન 12વાગ્યે થશે.  25/5 સોમવાર વિજ્યા  દસમી ઉત્સવ 26/5 મંગળવાર પુષ્પ શિગાર દર્શન થશે. શ્રીજીના સવાર સાંજના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે, ઉત્સવ દર્શન સાંજે થશે. 27/5 બુધવાર તુલસી વિવાહ ઉત્સવ ઉજવાશે. જેમા સવાર સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે ઉત્સવ દર્શન સાંજે થશે. તા. 28/5 ગુરૂવાર વામન દ્વાદશી ઉત્સવ ઉજવાશે.  ઉત્સવ આરતી બપોરે 12 વાગ્યે થશે. ઉત્સવ દર્શન બપોરે 12 થી 1-30 વાગ્યા સુધી રહેશે. 31/5 રવિવાર દેવ દિવાળી (પુનમ) ઉત્સવ ઉજવાશે તા. 8/6  સોમવાર જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. મંગળા આરતી સવારે 6વાગે થશે. મંગલા દર્શન 6થી 8 વાગ્યા સુધી રહેશે. શ્રીજી ના ખુલ્લા પડદા અભિષેક સવારે 8થી 8-45 સુધી રહેશે. દર્શન સવારે 8-45થી 9-30 સુધી રહેશે. શિગાર દર્શન દર્શન 9-30 વાગ્યાથી  થશે. કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ રાત્રે 12થી 01-30 વાગ્યા સુધી ઉજવાશે.  તા. 15/6 સોમવાર ગોવર્ધન પૂજા તેમજ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે.  ગોવર્ધન પૂજા સવારે 11-30 વાગે થશે. અન્નકૂટ ઉત્સવ સાંજે 5 થી 7-00 વાગ્યા સુધી રહેશે. 



Source link

Related Articles

Back to top button