मनोरंजन
શક્તિ શાલિનીની રીલિઝ ડેટ એકાદ મહિનો પાછી ઠેલાશે | Shakti Shalini’s release date will be pushed back by a month or so

![]()
– શાહરુખની કિંગ સાથે ટક્કર ટાળવામાં આવશે
– અનીત પડ્ડાનો ડબલ રોલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણતાના આરે
મુંબઈ: અનીત પડ્ડાનો ડબલ રોલ ધરાવતી ફિલ્મ ‘શક્તિ શાલિની’ની રીલિઝ ડેટ કદાચ એકાદ મહિનો પાછળ ઠેલાય તેવી સંભાવના છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે છે અને હવે મેકર્સ રીલિઝ માટે સ્ટ્રેટેજી નક્કી કરી રહ્યા છે.
મૂળ પ્લાન પ્રમાણે આ ફિલ્મ આગામી ડિસેમ્બરમાં નાતાલ વખતે રજૂ થવાની છે. જોકે, આ જ દિવસોમાં શાહરુખ ખાનની ‘કિંગ’ પણ રજૂ થવાની છે. આ સંજોગોમાં ‘શક્તિ શાલિની’ને બોક્સ ઓફિસ પર નુકસાન થવાની સંભાવનાઓ છે.
હવે મેકર્સ આગામી જાન્યુઆરીમાં આ ફિલ્મ રીલિઝ કરવાનું વિચારી રહ્યા છે. જોકે, એ અરસામાં જ રણબીર, વિક્કી કૌશલ તથા આલિયા ભટ્ટની ‘લવ એન્ડ વોર’ રીલિઝ થવાની છે. આથી, ‘શક્તિ શાલિની’ માટે અનુકૂળ તારીખ શોધવાનું કામ મુશ્કેલ બને તેમ છે.



