गुजरात

ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating with grammage and price



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

બજારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહેલી મોટી ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓ સામે ગુજરાતભરના 7 લાખ છૂટક દુકાનદારો અને 50 હજારથી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. કંપનીઓની નીતિઓથી નારાજ વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સને એક કરવા માટે રવિવારે અમદાવાદમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લડતની વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. આ લડતમાં વેપારી મંડળોને ટેકો આપવા માટે હૈદરાબાદથી પણ ટ્રેડ લીડર્સ અમદાવાદ આવી પહોંચ્યા છે.

મહેનત ડિસ્ટ્રીબ્યુટર્સની, કમાણી કંપનીઓની!

ડિસ્ટ્રીબ્યુટર્સનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ કોઈ વિસ્તારમાં કંપનીના ઉત્પાદનોનું રૂ.5 લાખ સુધીનું માર્કેટ ઊભું કરી આપે છે, ત્યારે કંપનીઓ તેની આસપાસના ગામ કે નાના શહેરોને જોડીને રૂ. 10 લાખથી 15 લાખનું મોટું બજાર બનાવી દે છે. ત્યારપછી આ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર્સની બાદબાકી કરીને રિટેલર્સને સીધો સામાન સપ્લાય કરવાનું શરૂ કરી દે છે. પરિણામે, વર્ષો સુધી મહેનત કરનારા ડિસ્ટ્રીબ્યુટર્સ અને સેલ્સ એક્ઝિક્યુટિવ્સનો ધંધો હાથમાંથી છીનવાઈ જાય છે. આ અન્યાયી નીતિને કારણે એસોસિયેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે આંદોલન છેડવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર

મોલના નામે ગ્રાહકોની લૂંટ અને નાના વેપારીઓને નુકસાન

નાના દુકાનદારોનો આરોપ છે કે, આ મોટી કંપનીઓ મોલ સંચાલકો સાથે મળીને કરિયાણાની દુકાનોને ખતમ કરવાનો પેંતરો રચી રહી છે. મોલમાં સસ્તું મળતું હોવાનો મોટો પ્રચાર કરાય છે, પણ વાસ્તવિકતા તદ્દન ઉલટી છે.

સામાન્ય ગ્રાહકો સાથે છેતરામણી

વેપારી સંગઠનોએ ગણિત સમજાવતા જણાવ્યું કે, ચોકલેટના એક નાના પેકિંગની કિંમત સામાન્ય દુકાનમાં રૂ. 110 હોય છે, જ્યારે મોલમાં તેનું વજન થોડું વધારીને MRP રૂ.140 છાપી દેવાય છે. આ જ રીતે મોટા પેકિંગમાં પણ વજનના પ્રમાણમાં સામાન્ય બજાર કરતાં મોલમાં ગ્રાહકોએ રૂ. 22 કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. સામાન્ય ગ્રાહકો ગ્રામ અને કિંમતની ઝીણવટભરી સરખામણી કરતા ન હોવાથી મોલના નામે છેતરાઈ રહ્યા છે. કંપનીઓ પ્રોડક્ટના વજનમાં ફેરફાર કરીને ગ્રાહકોને આર્થિક નુકસાન પહોંચાડી રહી છે. 

ગ્રામમાં ફેરફાર કરીને ભાવ બદલી ગ્રાહકને છેતરી રહેલી કંપનીઓ

સામાન્ય દુકાનમાં 5 સાબુનો આખો બન્ચ રૂ.182માં મળે છે, જે ગ્રાહકને સાબુદીઠ આશરે રૂ.36.50માં પડે છે. તેની સામે મોલમાં 4 સાબુનું પેકિંગ રૂ.156માં વેચાય છે, એટલે કે મોલમાંથી ખરીદી કરનાર ગ્રાહક એક સાબુ પર રૂ. 2.60 વધુ ચૂકવે છે. સામાન્ય દુકાનમાં જે સાબુ રૂ. 54.25ની કિંમતે મળે છે, તે જ સાબુ મોલના પેકિંગમાં રૂ. 58ની કિંમતે વેચાય છે. આમ, ગ્રાહક એક સાબુ દીઠ રૂ. 3.75 વધુ ગુમાવે છે. સામાન્ય બજારમાં જે પેકિંગ રૂ. 20માં ઉપલબ્ધ છે, તે જ વસ્તુ મોલમાં રૂ. 30 વસૂલીને વેચવામાં આવી રહી છે.

FMCG કંપનીઓ ગ્રાહકોને લૂંટી રહી હોવાનો આક્ષેપ

વેપારીઓનું કહેવું છે કે FMCG કંપનીઓ એક તરફ નાના દુકાનદારોનો ધંધો તોડી રહી છે અને બીજી તરફ મોલના માધ્યમથી ગ્રાહકોને લૂંટી રહી છે. આ બેવડી નીતિ સામે હવે ગુજરાતભરના વેપારીઓ મોરચો માંડીને વિરોધ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન



Source link

Related Articles

Back to top button