કુંઢેલી ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquor from Kundheli village

![]()
ત્રણ શખ્સ વિરૃધ્ધ તળાજા પોલીસમાં ગુનો નોંધાયો
પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દારૃ બિયર અને કાર મળી રૃ.૪ લાખનો મુદ્દામાલ કબજે
લીધો
ભાવનગર – તળાજા તાલુકાના કુંઢેલી ગામે સરકારી હોસ્પીટલની પાસેથી
દારૃ અને બિયર ભરેલી કાર સાથે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર, પેરોલ ફર્લો સ્ક્વોર્ડનાં સ્ટાફ ભાવનગર શહેર/ગ્રામ્ય
વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન તળાજા તાલુકાના કુંઢેલી ગામે સરકારી
હોસ્પિટલની પાસે જાહેર રોડ ઉપર એક ઇસમ સફેદ કલરની મારૃતી સ્વીફટ કાર
નં.જીજે-૦૫-સીએન-૯૯૮૪ શકા જતા કારને અટકાવી તલાશી ઇગ્લીંશ દારૃની બોટલો નંગ-૬૯૪
રૃ.૮૯,૪૭૦ તથા બિયર ટીન નંગ-૪૮ કિ.રૃ.૫૭૬૦ ની મળી આવતા
પોલીસે હર્ષદ ભાનુભાઇ ભટૃને વિદેશી દારૃ કાર મળી રૃ.૪,૦૫,૨૩૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વિજય
ઉર્ફે ભુરો ભોળાભાઇ ચુડાસમા,મુન્ના દાનાભાઇ જાંબુચા
મદદગારીમાં સામેલ હોવાનું ખુલ્યું હતું.



