गुजरात

યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોની બેઠકો હવે ઓન લાઈન માધ્યમથી મળશે | Meetings of various university authorities will now be held online



સરકારનાં ઈ-ગવર્નરને ધ્યાને લઈ

જે – તે મંડળનાં સભ્યો કેમ્પસમાં હાજર હોયતો તે રૃબરૃ બેઠકમાં ઉપસ્થિત
રહેશે

ભાવનગર –  મ.કૃ. ભાવનગર
યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળો તથા એકેડેમિક કાર્યો માટેની બેઠકો તબક્કાવાર મળતી
હોય છે અને નિર્ણયો લેવાતા હોય છે. જ્યારે સરકારનાં ઈ-ગવર્નન્સ અભિગમને ધ્યાને
લેતા આગામી બેઠકો ઓનલાઈન માધ્યમથી કરવાનો આજે પરીપત્ર કરાયો છે. જેમાં સભ્ય હાજર
હોય તો રૃબરૃ પણ આવી શકે છે. તેવું જણાવ્યું હતું.

સરકારનાં ડીજીટલ ઈન્ડિયા મિશન તથા ઈ-ગવર્નન્સ અંગેના અભિગમને ધ્યાને લેતા તથા
શિક્ષણ વિભાગ
,
ગુજરાત સરકારનાં ઠરાવ અન્વયે વહીવટી કામગીરીમાં પારદર્શિતા, ઝડપ અને ખર્ચમાં કરકસરનાં હેતુથી તેમજ માનનીય વડાપ્રધાનની ઈંધણની બચત અને પર્યાવરણ
સુરક્ષા માટેની અપીલને ધ્યાને લઈ કુલપતિ દ્વારા યુનિવર્સિટીમાં યોજાતી વિવિધ સત્તામંડળો
એક્ઝીક્યુટિવ કાઉન્સીલ
, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એકેડેમિક કાર્યો
માટે બોર્ડ ઓફ સ્ટડીઝ
, બોર્ડ ઓફ ડીન્સ, ફેકલ્ટી, એકેડેમિક કાઉન્સીલ તથા પીએચ.ડી. વાઈવાવોસ માટેની
બેઠકો અન્ય સુચના ના મળે ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
યુનિવર્સિટી કેમ્પસ પરનાં સભ્યો જો કેમ્પસમાં હાજર હોય તો તેઓએ બેઠકમાં રૃબરૃ ઉપસ્થિત
થવાનું રહેશે અને યુનિવર્સિટી કેમ્પસની બહારનાં સભ્યોએ ઓનલાઈન માધ્યમથી જોડવા અંગેનો
પરીપત્ર કરાયો છે.

વિવિધ સત્તા મંડળના ૫૦ ટકા સભ્યોનો સમટે હાજર થાય તેમ છે

યુનિ.ના વિવિધ સત્તા મંડળની બેઠક માટે ઓનલાઇન બેઠક અંગેનો પરિપત્ર તો
કરાયો છે પરંતુ ખાનગી રાહે ઘણા હોદ્દેદારો યુનિ. કાર્યાલયમાં જ જોવા મળેછે ત્યારે
ઓનલાઇનમાં ૫૦ ટકા અને રૃબરૃમાં પણ ૫૦ ટકા બેઠકમાં હાજરી રહે તેવા સંજોગો ઉઠયા છે.
અને નામ બોલાય ત્યાં હાજર જ હોય તેવી સ્થિતિ પણ જોવા મળે છે.



Source link

Related Articles

Back to top button