गुजरात

નવી દેવલીના મહિલાને લોખંડનો પાઈપ માર્યો | Woman in Navi Deoli beaten with iron pipe



ઝાડ નીચે બકરાં બેસાડવા મુદ્દે

તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગર –  તળાજાના નવી
દેવલી ગામે ઝાડ નીચે બકરાં બેસાડવા મુદ્દે શખ્સે મહિલાને લોખંડનો પાઈપ મારી ઈજા
પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાઈ છે.

તળાજાના નવી દેવલી ગામે રહેતા મોંઘીબેન બહાદુરભાઈ વાઘેલાએ તેમના ગામના
ઘનશ્યામભાઈ પુણાશંકરભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ બપોરના ત્રણેય
વાગ્યાના અરસામાં નવી દેવલી ગામે બચુભાઈની વાડીના શેઢે પીપરનું ઝાડ આવેલું હોય તે
પીપર નીચે તેમણે તેમના બકરાં બેસાડયા હતા અને તેઓ ત્યાં બેસ્યા હતા ત્યારે ઉક્ત
ઘનશ્યામભાઈ ત્યાં આવી કેમ અહીં બકરાં બેસાડયા છે તેમ કહેતા આ પીપર બચુદાદાની છે
અને તમારી વાડી અહીં નથી તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ અપશબ્દો કહી લોખંડનો પાઈપ મારી
તેમને ઈજા પહોંચાડી હતી. આ અંગે તળાજા પોલીસે ગુનો નોંધ્યો છે.

 



Source link

Related Articles

Back to top button