दुनिया

ટ્રમ્પના ટ્રિલિયન ડોલર ગોલ્ડન ડોમ પ્રોજેક્ટથી વિવાદ છેડાયો | Trump’s trillion dollar Golden Dome project sparks controversy



અગાઉના 175 અબજ ડોલરના અંદાજથી ખર્ચ વધ્યો

ઈઝરાયેલના આયર્ન ડોમથી પ્રેરિત આ પ્રોજેક્ટ આધુનિક મિસાઈલો સામે રક્ષણ માટે રજૂ કરાયો હતો

વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્વાકાંક્ષી ‘ગોલ્ડન ડોમ ફોર અમેરિકા’ મિસાઈલ સુરક્ષા પ્રોજેક્ટ પાછળ આગામી બે દાયકામાં લગભગ ૧.૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ થઈ શકે એવો અંદાજ કોંગ્રેસની બજેટ ઓફિસ (સીબીઓ) દ્વારા લગાવવામાં આવ્યો છે. આ આંકડો ટ્રમ્પના અગાઉના ૧૭૫ અબજ ડોલરના અંદાજ કરતા ઘણો વધુ છે. સીબીઓએ સ્પષ્ટતા કરી કે તેનો અંદાજ એક સંભવિત મોડલ પર આધારીત છે, કારણ કે રક્ષા વિભાગે હજી સુધી સ્પષ્ટ જાણકારી નથી આપી.

ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળના પ્રારંભિક ગાળામાં આ પરિયોજના કાર્યકારી આદેશ દ્વારા શરૂ કરી હતી. તેમનો દાવો હતો કે આ પ્રણાલી જાન્યુઆરી ૨૦૨૯ સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર ચીન અને અન્ય દેશોની આધુનિક મિસાઈલ ટેકનીકોએ અમેરિકા માટે નવું જોખમ ઊભુ કર્યું હોવાથી અંતરિક્ષ અને જમીન આધારીત સુરક્ષા તંત્ર વિકસિત કરવાનું જરૂરી બન્યું છે.

ગોલ્ડન ડોમની પ્રેરણા મોટાભાગે ઈઝરાયેલની બહુસ્તરીય આયર્ન ડોમ પ્રણાલીમાંથી મળી છે જેણે ઈરાન તેમજ તેના સમર્થિત જૂથોના રોકેટ હુમલાઓ સામે રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અમેરિકી યોજનામાં એવી સીસ્ટમ સામેલ કરાશે જે મિસાઈલોના હુમલાને તમામ તબક્કામાં ઓળખીને તેને અટકાવી શકે.  અમેરિકી કોંગ્રેસ આ પરિયોજના માટે અગાઉ જ લગભગ ૨૪ અબજ ડોલરની મંજૂરી આપી ચુકી છે. આલોચકોની દલીલ છે કે આ પ્રોજેક્ટ વિશાળ આર્થિક બોજ બની શકે છે. સેનેટર જેફ મર્ક્લીએ આ પ્રોજેક્ટને કરદાતાઓના ફંડથી રક્ષા કંપનીઓને લાભ અપાવનારો ગણાવ્યો. દરમ્યાન જનરલ માઈકલ ગેટલીને યોજનાનો બચાવ કરતા જણાવ્યું કે અધિકારીઓ પ્રોજેક્ટને કિફાયતી તેમજ ટેકનોલોજીકલ સ્તરે વ્યવહારુ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button