છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ | Investors lose Rs 16 77 lakh crore in last four days

![]()
– ભૌગોલિક-રાજકીય કટોકટીના કારણે શેરબજારમાં અફરા-તફરી
– મંગળવારે સેન્સેક્સમાં ૧,૪૫૬ પોઇન્ટ અને ચાર દિવસમાં ૩,૩૯૯ પોઇન્ટનું મોટું ગાબડું
અમદાવાદ: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને લાંબા સમયથી ચાલી રહેલી ભૌગોલિક રાજકીય કટોકટીને કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચાર દિવસમાં સેન્સેક્સમાં સતત પીછેહઠને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૭૭ લાખ કરોડનું ધોવાણ થયું છે.
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૧,૪૫૬ પોઇન્ટ (૧.૯૨ ટકા) તૂટીને ૭૪,૫૫૯ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો, સેન્સેક્સમાં કુલ ૩,૩૯૯.૨૮ પોઇન્ટ અથવા ૪.૩૬ ટકાનું મોટું ગાબડું નોંધાયું છે. આ મોટા ગાબડાને કારણે આ ચાર દિવસમાં સેન્સેક્સમાં સતત પીછેહઠને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૭૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. આ આંચકા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. ૪,૫૬,૦૨,૯૮૧.૭૦ કરોડ (આશરે ૪.૭૭ ટ્રિલિયન યુએસ ડોલર) રહ્યું હતું.
બજારમાં નકારાત્મકતા એટલી વધારે હતી કે મંગળવારે મ્જીઈ પર માત્ર ૮૬૯ શેરો વધ્યા હતા, જ્યારે ૩,૪૧૨ શેરો રેડ ઝોનમાં બંધ રહ્યા હતા અને ૧૨૯ શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો.
બજાર તૂટવા પાછળ કેટલાક મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. જેમાં વૈશ્વિક તણાવ, યુએસ-ઈરાન વાટાઘાટો અટકી પડવી, ઊર્જા સંકટનો સમાવેશ થાય છે.
સ્થાનિક પરિબળોમાં ભારતીય રૂપિયાનું અત્યાર સુધીના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચવું અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચવાલીની પણ પ્રતિકૂળ અસર રહી હતી.
|
તારીખ |
ઘટાડો (પોઇન્ટમાં) |
બંધ |
|
૭મે |
૪ |
૨૪૩૨૬ |
|
૮મે |
૧૫૦ |
૨૪૧૭૬ |
|
૧૧ |
૩૬૦ |
૨૩૮૧૬ |
|
૧૨ |
૪૩૬ |
૨૩૩૭૯ |
|
૨૦૨૬માં સેન્સેક્સના મોટા કડાકા |
|
|
તારીખ |
કડાકો (પોઈન્ટમાં) |
|
૧૯ માર્ચ |
૨૪૯૭ |
|
૨૩ માર્ચ |
૧૮૩૬ |
|
૨૭ માર્ચ |
૧૬૯૦ |
|
૩૦ માર્ચ |
૧૬૩૫ |
|
૧ ફેબુ્ર |
૧૫૪૭ |
|
૧૩ માર્ચ |
૧૪૭૦ |
|
૧૨ મે |
૧૪૫૬ |
|
૯ માર્ચ |
૧૩૫૨ |
|
૧૧ માર્ચ |
૧૩૧૨ |
|
૧૧ મે |
૧૩૧૨ |
|
૧૯ ફેબુ્ર. |
૧૨૩૬ |



