આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

![]()
વડોદરા,આજવારોડ પર રહેતા માથાભારે સૂરજ ઉર્ફે ચૂઇ કહારે તેના સાગરીતો સાથે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસે અટકાયતી પગલા લીધા છે.
આ અંગેની વિગત એવી છે કે, આજવા રોડ અને પાણીગેટ વિસ્તારમાં ચૂઇ ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૃની પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવતી હતી. શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર આ ગેંગ સામે પોલીસે ગત જુલાઇ મહિનામાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પકડાયા પછી જામીન પર છૂટેલા નામચીન કુણાલ કહારે રાજપીપળાની જેલમાંથી છૂટયા પછી ગર્ભિત ધમકી આપતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વીડિયો પોલીસના ધ્યાને આવ્યો હતો. પાણીગેટ પોલીસે કુણાલ રમણલાલ કહારને પોલીસ સ્ટેશન બોલાવી કાન પકડાવી ઉઠક બેઠક કરાવી માફી મગાવી હતી. કુણાલે માફી માગતા કહ્યું હતું કે, હવે હું ફરી આવું નહીં કરૃં.



