मनोरंजन

રણવીર મહાદેવનો રોલ કરવાનો હોવાની વાત ખોટી નીકળી | Rumors that Ranveer was going to play the role of Mahadev turned out to be false



– રણવીરની નવી ફિલ્મ વિશે અફવાઓ   

– રણવીરે ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહાના હક્કો ખરીદ્યા હોવાની વાત લેખકે ફગાવી

મુંબઇ : રણવીરે ‘ધી ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ના હક્કો ખરીદી લીધા છે અને તે પોતે આ ફિલ્મમાં મહાદેવની ભૂમિકા ભજવવાનો છે તેવી અફવા  બોલિવુડ વર્તુળોમાં શરુ થઈ હતી. જોકે, આ અફવા ખોટી પુરવાર થઈ છે. 

‘ધી ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ના લેખક અમીષ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ પુસ્તકના હક્કો હજુ મારી પાસે જ છે અને રણવીરે તે મેળવી લીધા હોવાની વાત ખોટી છે.  તેમણે કહ્યું હતું કે હજુ સુધી કોઈ ફિલ્મી હસ્તીને આ હક્કો અપાયા નથી.

રણવીરની ‘ધુરંધર’ સફળ થયા બાદ તેની ફિલ્મો વિશે વારંવાર નવી અફવાઓ આવતી રહે છે. રણવીર આદિત્ય ધરની એક બિગ બજેટ ફિલ્મ કરી રહ્યો હોવાની પણ ચર્ચા છે. 

બોલિવુડમાં હાલ પૌરાણિક તથા ધાર્મિક પાત્રોને લઈ અનેક ફિલ્મો બની રહી છે. રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.બીજી તરફ વિક્કી કૌશલ પણ ભગવાન પરશુરામ પરની ફિલ્મ ‘મહાવતાર’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. 



Source link

Related Articles

Back to top button