गुजरात

એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe chon uwei ewe ambulance



અમદાવાદ, સોમવાર

દાણીલીમડામાં કાશીરામ ચાર રસ્તા પાસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ત્રણ ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેમાં બેભાન હાલતમાં યુવકનું સારવાર દરમિયાન નવ દિવસે મોત થયું હતું. મહિના પહેલા બનીલી ઘટનામાં ટ્રફિક કે ડિવિઝન પોલીસે ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાણીલીમડામાં એમ્બ્યુલન્સ ત્રણ વાહનને ટક્કક મારતાં એક યુવક ઇજાગ્રસ્ત ઃ ગંભીર હાલતમાં યુવકનું સારવાર દરમિયાન નવ દિવસે મોત થયું, પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ 

જુહાપુરામાં રહેતો યુવક તા. ૦૯-૦૪-૨૬ના રોજ સવારના સમયે એક્ટિવા લઇને કામ માટે ગયા હતા. દરમિયાન દાણીલીમડા કાશીરામ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂરઝડપે આવી રહેલ એમ્બ્યુલન્સના  ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતા યુવકને માથા તથા બન્ને પગે અને પાંસળીમાં ગંભીર ઇજાઓ થઇ હતી.  ઉપરાંત એમ્બ્યુલન્સે અન્ય બે ટુ-વ્હીલરને પણ ટક્કર મારતા એક વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હતી. 

જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને બેભાન હાલતમાં એમ્બ્યુલન્સનો ચાલક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો અને દર્દીને હોસ્પિટલ પાસે મૂકીને જતો રહ્યો હતો. જ્યાં નવ દિવસની સારવાર દરમયાન યુવકનું મોત થયું હતું.



Source link

Related Articles

Back to top button