રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emön chinnap mwän mi nom lon ewe rikshaw

![]()
અમદાવાદ, સોમવાર
મહારાષ્ટ્રથી આવેલા વૃદ્ધા ગીતામંદિર બસ સ્ટેન્ડથી વાસણા જવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. જમાલપુર જતા રસ્તામાં રિક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ વૃદ્ધાની નજર ચૂકવીને રૃા. ૩.૬૩ લાખની મતા ભરેલું પર્સ ચોરી લીધુ હતું, જેમાં વૃધ્ધા પુત્રવધુના ઘરે જવા માટે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે ચોરી થઇ હતી. આ બનાવ કાગડાપીઠ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.
પુત્રવધુની અમદાવાદ બેન્કમાં બદલી થતાં તેના ઘરે આવ્યા રિક્ષા ચાલકે વાતોમાં ભોળવી પર્સની ચોર્યું ઃ કાગડાપીઠ પોલીસે તપાસ શરુ કરી
મહારાષ્ટ્રમાં રહેતા વૃદ્ધાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રવધુની અમદાવાદ બેન્કમાં બદલી થઇ હતી અને તે વાસણામાં રહે છે.જેથી ગત તા. ૦૨-૦૫-૨૦૨૬ના તેઓ પુત્રવધુના ઘરે આવવા માટે મહારાષ્ટ્રથી બસમાં બેસીને નીકળ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે તેઓ ગીતામંદિર એસટી સ્ટેન્ડ ઉતર્યા હતા. ત્યાંથી શટલ રિક્ષામાં બેસીને વહુના ઘરે જતા હતા.
દરમિયાન રિક્ષામાં અગાઉથી બે શખ્સો બેઠા હતા અને રસ્તામાંથી રિક્ષા ચાલકે અન્ય એક પેસેન્જરને બેસાડયો હતો જેથી પેસેન્જરે બેસતા ફાવતું નથી તેમ કહીને વૃદ્ધાનું પર્સ બાજુમાં મુકાવ્યાં બાદ રિક્ષા ચાલકે વૃદ્ધાને વાતોમાં વાળ્યા હતા. આ સમયે પુત્રનો ફોન આવતા રિક્ષા ચાલક જમાલપુર એએમટીએસ બસ ડેપો પાસે ઉતારીને જતો રહ્યો હતો. પુત્ર સાથે કારમાં ઘરે જઇને જોયું તો પર્સની અંદર નાનુ પર્સ ગુમ હતુ. તેમાં સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૩.૬૩ લાખની મતા હતી.



