दुनिया

સેમિકન્ડક્ટર કંપનીઓના માર્કેટ કેપમાં 6 અઠવાડિયામાં 3.8અબજ ડોલરનો વધારો | Market cap of semiconductor companies increases by 3 8 billion in 6 weeks



યુએસ સ્ટોક એક્સચેન્જમાં એઆઈ બૂમની અસર

વધતી માંગ વચ્ચે માઈક્રોન, ઈન્ટેલ, સેનડિસ્ક જેવી ટોપ કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે 

ન્યૂ યોર્ક: આટફિશિયલ ઇન્ટેલિજન્સની વધતી વૈશ્વિક માંગને કારણે વિશ્વભરના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. છેલ્લા છ અઠવાડિયામાં સેમિકન્ડક્ટર કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે ૩.૮ ટ્રિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. નિષ્ણાતો આ સ્થિતિને મેલ્ટ-અપ કહી રહ્યા છે, એટલે કે શેરબજારમાં અત્યંત ઝડપથી વધતો ઉછાળો. 

એઆઈની માંગ શરૂઆતમાં મુખ્યત્વે એનવીડિયા જેવી કંપનીઓની શક્તિશાળી જીપીયુ ચિપ્સ સુધી મર્યાદિત હતી. હવે સીપીયુ, મેમરી ચિપ્સ અને ડેટા સેન્ટર સંબંધિત ચિપ્સની માંગ પણ ઝડપથી વધી રહી છે. માઈક્રોન, ઈન્ટેલ અને સેનડિસ્ક જેવી કંપનીઓના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. 

વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપનીઓમાંની એક ટીએસએમસીએ પણ એપ્રિલ મહિનામાં આવકમાં ૧૭.૫ ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીએ જણાવ્યું કે, તેની પાછળ એઆઈ ચિપ્સની સતત વધતી માંગ મુખ્ય કારણ રહી હતી. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે એઆઈ હવે ફક્ત ચેટબોટ્સ કે સોફ્ટવેર સુધી મર્યાદિત નથી રહ્યું. 

મોટા એઆઈ મોડલ્સને સતત ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સ, મેમરી ચિપ્સ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સની જરૂર પડી રહી છે. તેના કારણે સમગ્ર સેમિકન્ડક્ટર ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. 



Source link

Related Articles

Back to top button