બાંગ્લાદેશ હાઈકોર્ટે હિંદુ સાધુની જામીન અરજીને નકારી કાઢી | Bangladesh High Court rejects Hindu monk’s bail plea

![]()
ઈસ્કોનના પૂર્વ નેતા ચિન્મય કૃષ્ણદાસ સામે રાજદ્રોહ બદલ પણ કેસ થયો છે
ઢાકા: હિંદુ સાધુ બ્રહ્મચારી ચિન્મય ક્રિષ્ણા દાસ પર 2024માં થયેલી એક વકીલની હત્યાના સંદર્ભે નીચલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી બાંગ્લાદેશની હાઈકોર્ટે રવિવારે એમની જામીન અરજીને ફગાવી દીધી છે.
બાંગ્લાદેશ સમ્મિલિટા સનાતની જાગરણ જોટના પ્રવક્તા દાસને રાજદ્રોહ બદલ ૨૫ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા છે.
વાયવ્ય દિશામાં આવેલા પોર્ટ સિટિ ચત્તોગ્રામ સ્થિત કોર્ટે એમને જામીન નકાર્યા એ પછી એમને જેલની સજા થઈ હતી, જેના પગલે એમના અનુયાયીઓએ ઢાકા તથા અન્ય સ્થળોએ બીજા દિવસે વિરોધ-દેખાવો કર્યા. ચત્તોગ્રામમાં આવાં દેખાવો પછી ફાટી નીકળેલી હિંસામાં સૈફુલ ઈસ્લામ અલીફ નામના જુનિયર સરકારી વકીલની હત્યા થઈ હતી.
ચત્તોગ્રામની નીચલી કોર્ટમાં સાક્ષી પુરાવાનું રેકોર્ડિંગ ચાલુ હોવાથી હાઈકોર્ટની ખંડપીઠે અમારી જામીન અરજી નકારી કાઢી, એમ ક્રિષ્ણા દાસના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યે પત્રકારોને જણાવ્યું.જોકે બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દાસ સામેના અન્ય ચાર કેસની જામીન અરજીની સુનાવણી આવતીકાલે સોમવારે મુકરર કરી છે.
ચત્તોગ્રામની ડિવિઝન સ્પીડી ટ્રાયલ ટ્રિબ્યુનલે ૧૯ જાન્યુઆરીએ ઈસ્કોનના પૂર્વ નેતા દાસ અને અન્ય ૩૮ પર, ચત્તોગ્રામમાં વકીલના મૃત્યુ બાબત આરોપ મૂકી એમની સામે ટ્રાયલનો પ્રારંભ કર્યો છેે.



