गुजरात
સોમવારે પી.એમ.ના કાર્યક્રમના પગલે પોલીસ બંદોબસ્ત | Police deployment in view of PM’s program on Monday

![]()
વડોદરા,સોમવારે વડોદરામાં આવનાર પી.એમ.ના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ દ્વારા જોઇન્ટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
૧૧ મી તારીખે પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પગલે ટ્રાફિકને અડચણ ના થાય તે હેતુથી વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક જોઇન્ટ પોલીસ કમિશનર, એક એડિ. કમિશનર, ૧૦ ડી.સી.પી., ૧૬ એ.સી.પી., ૨૯ પી.આઇ. તથા ૮૧ પી.એસ.આઇ. જોડાશે. આ ઉપરાંત ૯૬૫ પોલીસ જવાનો, ૩૧૭ ટ્રાફિક પોલીસ જવાનો, ચેતક કમાન્ડોની બે ટીમ, એસ.આર.પી.ની બે ટીમ તથા હોમગાર્ડના ૬૦૦ જવાનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાયબર ટીમ દ્વારા પણ સર્વેેલન્સ રાખવામાં આવશે.



