એસ્ટેટ મધ્યસ્થ વિભાગનો અદ્દભૂત વહીવટ , ત્રણ વર્ષનું ૧૭ લાખ માનદ વેતન ચૂકવ્યુ,વિગત છુપાવી | administration of the Estate Central Department

![]()
અમદાવાદ,શુક્રવાર,8 મે,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ મધ્યસ્થ વિભાગના
અદ્દભૂત વહીવટની ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં સતત ત્રણ વર્ષ સુધી રુપિયા ૧૭
લાખથી વધુની રકમ માનદવેતન પેટે કોઈ વ્યકિતને ચૂકવવામા આવે છે.જયારે એસ્ટેટ મધ્યસ્થ
વિભાગ પાસે કોને આટલી મોટી રકમનુ ઓનેરેરીયમ અપાયુ,કોની મંજૂરીથી ત્યારે વિગત વિભાગ દ્વારા છુપાવાતા
કોર્પોરેશન વર્તુળોમા આ બાબત ચર્ચાના કેન્દ્ર સ્થાને છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, નાણાં ખાતા
મારફતે વર્ષ-૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮
તથા વર્ષ-૨૦૧૮-૧૯ના વાર્ષિક હિસાબ
સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામા આવ્યા હતા.એસ્ટેટ મધ્યસ્થ વિભાગ દ્વારા
વર્ષ-૨૦૧૬-૧૭માં રુપિયા ૬.૭૯ લાખ,વર્ષ-૨૦૧૭-૧૮માં
રુપિયા ૯.૫૭ લાખ તથા વર્ષ-૨૦૧૮-૧૯માં રુપિયા ૨.૬૫ લાખથી વધુ રકમ મ્યુનિસિપલ
ફંડમાંથી ચૂકવવામા આવી હતી.આટલી મોટી રકમ ચૂકવવા કોની મંજૂરી લેવામા આવી હતી અને
કોને આ માનદ વેતન ચૂકવવામા આવ્યુ હતુ.તેની વિગત એસ્ટેટ મધ્યસ્થ વિભાગ દ્વારા સક્ષમ
વિભાગની માંગણી છતાં રજૂ કરવામા આવી નથી.જેની તપાસ થવી જોઈએ તેવી પણ ચર્ચા છે.



