दुनिया
AIની અસર : ક્લાઉડફેરે 1100થી વધુ કર્મચારીઓની છટણી કરી


– કંપનીમાં AIનો ઉપયોગ 600 ટકા વધતા નિર્ણય
– એજેન્ટિક એઆઈ ફર્સ્ટ ઓપરેટિંગ મોડલ લાગુ કરાયું ઓટોમેશન, એઆઈ એજન્ટ્સ પર ભાર મૂકાશે
કેલિફોર્નિયા : અમેરિકાની સાયબર સુરક્ષા અને ક્લાઉડ સવસ કંપની ક્લાઉડફેરે વૈશ્વિક સ્તરે ૧,૧૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે, આ નિર્ણય ખર્ચ ઘટાડવા માટે નહીં, પરંતુ ઝડપથી વધી રહેલા આટફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કંપનીના કો-ફાઉન્ડર્સ મેથ્યુ પ્રિન્સ અને મિશેલ ઝેટલિને કર્મચારીઓને ઈમેઈલમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં જ કંપનીની અંદર એઆઈનો ઉપયોગ ૬૦૦ ટકા સુધી વધી ગયો છે.



