સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city

![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
અમદાવાદ શહેરની સ્માર્ટ સિટીની કચેરીને મેનપાવર સપ્લાય કરવાના ટેન્ડરમાં પહેલીવારમાં જ ચાર ટેન્ડરરમાંથી એલ-૧ થનારને ટેન્ડરનું એલોટમેન્ટ ન કરીને રિટેન્ડર કરવામાં આવ્યું હતું. તેમ જ રિટેન્ડર કરતાં પહેલા પ્રીબિડ મિટિંગ કરીને પહેલીવારના ચારેય ટેન્ડરરના ભાવ જાહેર કરી દઈને બીજીવાર ટેન્ડર ભરનારાઓને સમગ્ર ટેન્ડરનો આગોતરો અંદાજ આપી દેવામાં આવ્યો હતો. પહેલીવારમાં ટેન્ડર ભરનારે માહિ એન્ટર પ્રાઈસે પહેલી વારમાં પાંચ ટકાનો સર્વિસ ચાર્જ ભર્યો હતો. પરંતુ રિટેન્ડર થતાં માહિ એન્ટરપ્રાઈસ નામની કંપનીએ બીજીવારમાં ઝીરો સર્વિસ ચાર્જ લખીને એલ-૧ બનીને ટેન્ડર મેળવી લીધું હતું.સામાન્ય રીતે સર્વિસ ચાર્જ થકી જ ટેન્ડર ભરનારી કંપનીને નફો થતો હોય છે. ટેન્ડર માહિ એન્ટરપ્રાઈસેને મળી જતાં એલોટ પણ કરી દેવામાં આવ્યુંહતં. આણ માહિ એન્ટરપ્રાઈસને જ ફરીવાર ટેન્ડર મળે તે હેતુથી જ રિટેન્ડર કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. માહિ એન્ટરપ્રાઈસને જ ટેન્ર મળે તે હેતુથી પ્રી બિડ મિટિંગમાં ે પહેલીવારના ટેન્ડરમાં જુદી જુદી કંપનીઓએ ભરેલા તમામ ચાર્જ જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઓગસ્ટ ૨૦૨૫માં બહાર પહેલીવાર બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં સર્કલ એલ-૧ થનાર સર્કલ નામની કંપની એલ-૧ થઈ તે પછી તેેને કામ જ ન સોંપવાના ઈરાદાથી ટેન્ડર એલોટ કર્યું નહોતું. પહેલીવાર ઓગસ્ટ ૨૦૨૫ના ટેન્ડર ન મેળવી શકેલી માહિ એન્ટરપ્રાઈસ નામની કંપનીને જ ટેન્ડર મળે તે હેતુથી જ રિટેન્ડર કરાવવામાં આવ્યં હોવાનું માનવામાં આવે છે. પહેલીવારના ટેન્ડરની વિગતો પ્રી બિડ મિટિંગમાં જાહેર કરતી વેળાએ બે ટકા ઊંચા ભાવ ભરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ સાથે મળી ગયેલી માહિ એન્ટર પ્રાઈસે શૂન્ય ટકા સર્વિસ ચાર્જ ભરીને પહેલીવારના ટેન્ડરમાં ભરેલા ભાવ કરતાં પાંચ ટકા ઓછો ભાવ ભર્યા હતા. પરિણામે માર્ચ ૨૦૨૬માં બહાર પાડેલા બીજાવારના ટેન્ડર ખોલવામાં આવ્યા ત્યારે માહિ એન્ટરપ્રાઈસ એલ-૧ બની જતાં તેને ટેન્ડર આપી દેવામાં આવ્યું હતું.
હવે અન્ય ટેન્ડરર્સ સવાલ કરી રહ્યા છે કે શૂન્ય સર્વિસ ચાર્જ હોવાથી માહિ એન્ટરપ્રાઈસને નફો કરવાનો કોઈ વિશેષ અવકાશ રહેતો જ ન હોવાથી તેની સેવાની ગુણવત્તા નબળી રહી શકે છે. માહિ એન્ટરપ્રાઈસ છેલ્લા સાત આઠ વર્ષથી સેા આપતી હોવાથી તેને જ ટેન્ડર મળે તેવો આગ્રહ સ્માર્ટ સિટીના કેટલાક અધિકારીઓ રાખતા હોવાનું પણ જાણવા મળીરહ્યું છે. નફો લીધા વિના વિશાળ મકાનની સાફસફાઈનું કામ કરવાની જવાબદારી લીધી હોવાથી કામમાં વેઠ ઉતરી જવાની દહેશત પણ સેવવામાં આવી રહી છે. મોટા મકાનના સંડાસ બાથરૃમ, લોબી અને પગથિયા સાફ કરવા માટે દિવસનો માત્ર એક જલિટર એસિડ વાપરશે. પરિણામે સફાઈની ગુણવત્તા પમ કથળી જવાની શક્યતા રહેલી છે.
પહેલીવાર ચાર કંપનીઓએ ટેન્ડર ભર્યાહતા. જ્યારે બીજીવાર પાંચ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. પહેલીવારના ટેન્ડરમાં પ્રી બિડ મિટિંગ પણ કરવામાં આવી નહોતી. બીજીવારના ટેન્ડરમાં પ્રી બિડ મિટંગ પણ કરવામાં આવી હતી.



