गुजरात

સિહોર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોના જમેલા | Private vehicle drivers’ lunch at Sehore ST bus stand



સંબંધિત સત્તાધીશોની ઉદાસીનતા ટીકાને પાત્ર 

મુસાફરો ભરવા માટે આખો દિવસ બેરોકટોકપણે પડયા પાથર્યા રહેતા ખાનગી વાહનચાલકો સામે રહિશોમાં રોષ

સિહોર –  ભાવનગર-રાજકોટ હાઈવે પર સિહોરના એસ.ટી. બસ સ્ટેન્ડની અંદરના ગ્રાઉન્ડમાં તથા ૫૦૦ મીટરની અંદર વિસ્તારમાં સવારથી સાંજ સરાજાહેર ખાનગી વાહનોના જમેલા જોવા મળે છે. આ અંગે તંત્રની મીલી ભગત જાગૃત નાગરીકોમાં ટીકાને પાત્ર બની રહેલ છે. 

સિહોરમાં  એસ.ટી.બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાંથી ખાનગી વાહનોના ચાલકો બેરોકટોકપણે મુસાફરો ભરવા માટે વાહનો ઉભા રાખતા હોય છે. આથી અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ બસ સ્ટેશનની બહાર, પેવનના પુલ પાસે તેમજ વડલા ચોક સિન્ધી કેમ્પના નાકા પર ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનો જેવા કે, મેજીક,મીની બસ, જીપ, ટેમ્પ તથા અતુલ રીક્ષા મોટી તથા ઈકો કાર જેવા અનેક ખાનગી વાહનો સવારથી સાંજ સુધી અડ્ડા જમાવીને ગેરકાયદેસર રીતે પેસેન્જરો ભરવા માટે પડયા પાથર્યા રહેતા હોય છે. ટાણા રૃટના તથા સોનગઢ,પાલિતાણા,ઘાંઘળી,ભાવનગર અને વરલ જેવા અનેક ગામોના ખાનગી વાહનોના ચાલકો હાઈવે પર અડચણરૃપ રહેતા હોય ત્યાંથી પસાર થનાર વાહનોના ચાલકોને પસાર થવામાં હાલાકી વેઠવી પડે છે.



Source link

Related Articles

Back to top button