गुजरात

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી શકે ભાજપ | BJP s Minority Card Hits Bulls Eye 250 Candidates Win in Gujarat Local Body Polls



BJP’s Minority Card Hits Bulls-Eye: ગુજરાત ભાજપની રાજકીય લેબોરેટરી રહી છે ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લઘુમતી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. મહાનગરપાલિકામાં નહીં પણ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં 250થી વધુ લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપે રાષ્ટ્રવાદી લઘુમતી કાર્ડ ખેલ્યું હતું જે સ્થાનિક સ્તરે સફળ થયું છે. ભાજપે લઘુમતીઓને ટિકિટ આપી કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઘણાં લઘુમતી ઉમેદવારો વિજયી બન્યા છે. હવે કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડવાનું મોડેલ હવે દેશ લેવલે અમલ કરવામાં આવે તો નવાઈ નહીં.

ચૂંટણી મેદાને લઘુમતી

અમદાવાદ જિલ્લામાં ભાજપે વિરમગામ, ધોળકા, બારેજા નગરપાલિકા ઉપરાંત સાણંદ, ધંધુકા તાલુકા પંચાયતમાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં ભાજપે ડભોઈ અને સાવલી પાલિકા સહિત અન્ય સ્થળોએ કુલ 19 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારાયા હતા. કરજણ અને પાદરામાં પણ લઘુમતી ઉમેદવારોને ચૂંટણી લડવા ભાજપે તક આપી હતી.

રાજ્યભરમાં 270થી વધુ લઘુમતી ઉમેદવારોની પસંદગી

ભાજપે રાજ્યભરમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે થઈને કુલ 270થી વધુ લઘુમતી ઉમેદવારોની પસંદગી કરી હતી. અમદાવાદ, વડોદરા, સુરત સહિત અન્ય મહાનગરપાલિકામાં ભાજપે એક પણ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી ન હતી પણ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ટિકિટ આપવાનો ભાજપે પ્રયોગ કર્યો હતો.

ભાજપે 250થી વધુ મુસ્લિમ ઉમેદવારોને મેદાને ઉતાર્યા

ધોળકા, સિદ્ધપુર, શહેરા, ઉના, કડી, ઈડર, સિક્કા, ભુજમાં પણ ભાજપે લઘુમતી ઉમેદવારોની પેનલ ચૂંટણી મેદાને ઉતારી હતી. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે થઈને કુલ મળીને 250થી વધુ લઘુમતી ઉમેદવારોને કેસરિયો ખેસ પહેરાવી ચૂંટણી લડાવી હતી.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ખીલ્યું કમળ

ગુજરાતમાં જ્યારે ચારેકોર ભગવો લહેરાયો છે ત્યારે આંખે ઉડીને વળગે તેવી વાત તો એ છે કે, લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં ય કમળ ખીલ્યું છે. નગરપાલિકાથી માંડીને જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઘણાં મુસ્લિમ ઉમેદવારો વિજેતા થયા છે.



Source link

Related Articles

Back to top button