गुजरात

ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved in Rs 3 crore fraud rejected



વડોદરા : શેરબજાર અને આઇપીઓમાં રોકાણના બહાને કરોડોની છેતરપિંડી કરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી
હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીની રકમ ખૂબ મોટી
છે અને ચાર્જશીટ ફાઈલ થયા પછી પણ એવા કોઈ સંજોગો બદલાયા નથી કે આરોપીને મુક્ત કરી
શકાય.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૫માં ૨૦૨૫માં ગાંધીનગર સીઆઈડી સાયબર
ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.આરોપીઓએ ફરિયાદી અને
સાક્ષીઓને વિવિધ કંપનીઓના શેરમાં તેમજ આઇપીઓમાં રોકાણ કરી ઊંચું વળતર મળશે તેવી
લાલચ આપી રૃા.૩.૦૩ કરોડ જેવી માતબર રકમ મેળવી લીધી હતી અને ત્યાર બાદ આ રકમ પરત ન
કરી છેતરપિંડી કરી હતી.

પોલીસે આ કેસમાં આરોપી રામાભાઈ લાલજીભાઈ પંડયાની ધરપકડ કરી હતી, જે
હાલ જેલમાં હોઇ તેણે જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ
પંડયાએ રજૂઆત કરી હતી કે
,આ એક સુનિયોજિત ગુનો છે જેમાં
આરોપીએ રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સક્રિય ભૂમિકા ભજવી છે.ન્યાયાધીશે બન્ને
પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદાની અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું
હતું કે
તપાસના
કાગળો જોતા પ્રથમ દ્રષ્ટિએ આરોપીની ગુનામાં સંડોવણી જણાઈ આવે છે.



Source link

Related Articles

Back to top button