ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત | Young man dies after car crashes into wall on Dholera Road

![]()
બે મહિલાને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
યુવાન ભાભી,ભત્રીજી સાથે કાર લઈને વલસાડ જતા અકસ્માત સર્જાયો
ભાવનગર – ધોલેરા મામલતદાર કચેરી સામે રોડ પર અચાનક કાર ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ઊતરી દિવાલ સાથે અથડાઈ જતા કાર ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.જ્યારે બે મહિલાને ઇજા થઈ હતી.
અમરેલીના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ નનુંભાઈ દેસાઈના પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ પોપટભાઈ દેસાઈ અને ભાભી રેખાબેન અને ભત્રીજી રાજવીબેન કાર નંબર જીજે ૧૫ સિડી ૫૧૧૭ લઈને ખીજડીયાથી વલસાડ જવા માટે નિકળ્યા હતા.દરમિયાનમાં ધોલેરા મામલતદાર કચેરી સામે રોડ પર અચાનક કાર પર કાબુ ગુમાવી દેતા કાર રોડ પરથી નીચે ઉતરી અને દીવાલ સાથે અથડાઈ હતી.અને અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર ત્રણેયને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રકાશભાઈ મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ભરતભાઈએ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



