दुनिया

પહેલા સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ ખોલો પછી જ વાત આગળ થઈ શકે : ઈરાનની યુએસને નવી ઓફર | Open the Straits of Hormuz first then talks can proceed: Iran’s new offer to the US



– ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે ફોન પર વાત કરવા તૈયાર છે

– ઈરાને નવા પ્રસ્તાવમાં કહ્યું : મંત્રણા બે તબક્કામાં થઈ શકે : પહેલા ચરણમાં નાકાબંધી હઠાવાય : બીજા ચરણમાં પરમાણુ શસ્ત્રો વિષે ચર્ચા થઈ શકે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે ફોન પર વાત કરવા તૈયાર છે, અમેરિકા પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે. જો તેનો (ઈરાન) વાત કરવા ઇચ્છે તો તે અમારી પાસે આવી શકે છે. અથવા ફોન ઉપર પણ વાતચીત કરી શકે છે.

ટ્રમ્પના આ પ્રસ્તાવના ઉત્તરમાં ઈરાને પાકિસ્તાન મારફત અમેરિકાને તેનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં કહ્યું છે કે, અમેરિકાએ સૌથી પહેલા હોર્મુઝ પર કરેલી નાકાબંધી હઠાવવી જોઈએ. અને યુધ્ધ તુર્ત જ બંધ કરવું જોઈએ. તે પછી બીજા તબક્કામાં પરમાણુ શસ્ત્રો વિષે ચર્ચા હાથ ધરી શકાય. જાણકારો કહે છે કે, આ પ્રસ્તાવ વ્હાઈટ હાઉસ મોકલી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનનો આ પ્રસ્તાવ તેવા સમયે આવ્યો છે કે જ્યારે શાંતિ મંત્રણા લગભગ ઠપ્પ પડી છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાનની ઇચ્છા હોય તો તે અમેરિકા ફોન કરી શકે છે. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અમેરિકા ઈરાનને કોઇ પણ સંયોગોમાં પરમાણુ બોંબ તો નહીં જ બનાવવા દે.

આ સાથે ટ્રમ્પે તેની ટીમને ઈરાન સાથે મંત્રણા કરવા ઇસ્લામાબાદ જતા રોકી હતી. કારણ કે ટ્રમ્પ ઈરાનના જૂના પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. ઈરાનના આ પ્રસ્તાવમાં અમેરિકાની હોર્મુઝ ફરતી નાકાબંધી ઉઠાવી લેવાનો અને પ્રસ્તાવ વધારવાના કે યુદ્ધ ન કરવાના મુદ્દાઓ સૌથી વધુ મહત્વના છે.

આ પ્રસ્તાવમાં આગળ કહેવાયું છે કે બીજા ચરણમાં એટલે કે હાલાત સામાન્ય થયા પછી પરમાણુ મુદ્દા ઉપર મંત્રણા શરૃ કરી શકાય. તેણે વધુમાં કહ્યું હતું કે, જયાં સુધી હોર્મુઝ નાકાબંધી દૂર ન થાય ત્યાં સુધી મંત્રણાનો કોઈ અર્થ જ નથી.

બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી રશિયા જવા રવાના થઈ ગયા છે. જો અમેરિકા-ઈરાન વચ્ચે રશિયન- ફેકટર પણ ઉમેરાશે તો પરિસ્થિતિ ઘણી ગંભીર બની જશે તેમ નિરીક્ષકોનું માનવું છે.



Source link

Related Articles

Back to top button