दुनिया

પાકિસ્તાન અમારૂં મિત્ર છે, પરંતુ નિષ્પક્ષ નથી પાકિસ્તાનને મધ્યસ્થી તરીકે સ્વીકારવાનો ઈરાનનો ઈન્કાર | Pakistan is our friend but not impartial Iran refuses to accept Pakistan as mediator



– ઈરાનના પ્રવકતા ઈબ્રાહીમ રેજાઈએ પાક.ની તટસ્થતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા સાથે ટ્રમ્પ ઉપર વચન ભંગનો આક્ષેપ મૂક્યો

નવી દિલ્હી : અમેરિકા-ઈરાન વચ્ચે પ્રસરી રહેલી તંગદિલી ઘટાડવાના પ્રયાસોને ભારે મોટો આંચકો આપ્યો છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તે પાકિસ્તાનની મધ્યસ્થતા સ્વીકારવા તૈયાર નથી.

ઈરાનની સંસદીય રાષ્ટ્રીય સલામતી તેમજ વિદેશનીતિ આયોગના પ્રવકતા ઈબ્રાહીમ રેજાઈએ પાકિસ્તાનની ભૂમિકા અને તેની નિષ્પક્ષતા અંગે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. તેમણે બે-ચાર શબ્દોમાં જ કહી દીધું કે મધ્યસ્થતીએ તો સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહેવું જોઈએ નહીં કે કોઈ એક તરફ ઢળવું જોઈએ.

ઈબ્રાહીમ રેજાઈએ વધુમાં કહ્યું કે પાકિસ્તાન અમારું ખૂબ સારૂં મિત્ર છે પરંતુ તેની મધ્યસ્થતાની વાત આવે છે તો તેનો ઝુકાવ બીજા તરફ જોવા મળ્યો છે. જે મધ્યસ્થતી થવા માટે યોગ્યતા દર્શાવતી નથી.

આ સાથે તેમણે કહ્યું કે પાકિસ્તાન દુનિયાને તે દર્શાવવાની હિંમત કરી શકે તેમ નથી, અમેરિકાએ પહેલાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે અમેરિકાએ પહેલાં સ્વીકાર્યો પરંતુ પછીથી ફરી ગયું. અમેરીકાએ લેબેનોન પર થતા હુમલા કે ઈરાનની જમા કરેલી મિલ્કતો અંગે ઘણા વાદા કર્યા હતા. પરંતુ પછીથી ફરી ગયું. પાકિસ્તાન આ બાબતમાં અમેરિકા ઉપર દબાણ કરવામાં કે સત્ય કહેવામાં પણ નિષ્ફળ ગયું છે.

હવે ઈરાને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, તેને હવે કોઈની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.

પાકિસ્તાન વચેટીયું થઈ મુસ્લીમ દેશો અને અમેરિકા વચ્ચે પુલ બનવા માગે છે પરંતુ તે તટસ્થ નથી તેથી ઘણા મુસ્લીમ દેશો પાકથી નારાજ છે.



Source link

Related Articles

Back to top button