गुजरात

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month of exam in msu



વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીઓની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી ઉનાળુ પરીક્ષાઓનો પહેલો તબક્કો પૂરો થયો છે.હવે ચૂંટણી બાદ બીજા તબક્કામાં કોમર્સ, સાયન્સ, અને આર્ટસ સહિતની બીજી ફેકલ્ટીઓની  બાકીની પરીક્ષાઓ શરુ થશે.જેમાં યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની સૌથી મોટી એફવાયની પરીક્ષાનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન યુનિવર્સિટી દ્વારા એપ્રિલ મહિનામાં લેવાયેલી પરીક્ષાઓનો પરિણામ પણ જાહેર કરવાનું શરુ કરી દેવાયું છે.જેમાંની મોટાભાગની એટીકેટી અને ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી પરીક્ષાના છે.કોમર્સ ફેકલ્ટીના ૭, ફાઈન આર્ટસના ૬, લો ફેકલ્ટીના ૩, ફાર્મસી અને મેડિસિન ફેકલ્ટીના એક-એક એમ ૧૮ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.સૂત્રોના કહેવા પ્રમાણે  પરીક્ષાની સાથે સાથે હવે યુનિવર્સિટીના નવા પરીક્ષા ભવનમાં તમામ ફેકલ્ટીઓના એસેસમેન્ટ સેન્ટરો કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને તેમાં ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.નવા પરીક્ષા ભવનમાં એસી અને વાઈફાઈની સુવિધા પણ અધ્યાપકોને આપવામાં આવી છે.ઉત્તરવહીઓ તપાસવાનું શરુ કરાયું હોવાથી  વર્ષે વિદ્યાર્થીઓેને ૪૫ દિવસની અંદર પરિણામ મળી જાય તેવી  સંભાવનાઓ વધી છે.



Source link

Related Articles

Back to top button