गुजरात
સયાજીગંજના વિઝા કન્સલટન્ટે રશિયાના વિઝાના નામે દોઢ લાખ પડાવી ઓફિસને તાળાં મારી દીધા | fraud on the name of russian visa

![]()
વડોદરાઃ સયાજીગંજના એક વિઝા કન્સલટન્ટે રશિયાના વિઝાના નામે રૃ.દોઢ લાખની ઠગાઇ કરી ઓફિસ બંધ કરી દેતાં તેની સામે ફરિયાદ નોંધાઇ છે.
ગોત્રીના તિલકનગરમાં રહેતા નિરંજન ચૌહાણે પોલીસને કહ્યું છે કે,ડિસેમ્બર-૨૦૨૪માં મારે રશિયા જવું હોવાથી વર્ક વિઝા માટે ફિનિક્સ કોમ્પ્લેક્સમાં વી વર્લ્ડ વિઝા નામની ઓફિસમાં સંચાલક વિરલ દિનેશ ભાઇ શાહને મળ્યા હતા.
વિરલે ૬૦ દિવસમાં વિઝા મળી જશે તેમ કહી રૃ.૧.૫૦ લાખ પડાવ્યા હતા.પરંતુ ત્યારબાદ વિઝા મળ્યા નહતા કે રૃપિયા પણ પરત કર્યા નથી.જેથી સયાજીગંજ પોલીસે સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



