અમેરિકાએ 90 યુદ્ધ વિમાનો સાથેનું જહાજ હોર્મુઝમાં તૈનાત કર્યું | America deploys ship with 90 warplanes to Hormuz

![]()
– ઇરાનનું પ્રતિનિધિમંડળ આજે પાક. પહોંચી તેવી શક્યતા
– અમેરિકાએ ઘેરાબંધી કરીને 34 જહાજ અટકાવ્યાના દાવા વચ્ચે ઇરાનીયન સહિત 11 જહાજો ખાડીમાંથી નીકળ્યા
– ઇરાન વિશ્વ માટે જોખમી હશે ત્યાં સુધી તેની ઘેરાબંધી ઇરાને વિશ્વને યુદ્ધની ‘ભેટ’ આપી : પીટ હેગસેથ
– ઇરાનની ટોચની નેતાગીરી શાંતિમંત્રણા અંગે વિભાજીત હોવાના ટ્રમ્પના દાવાને પ્રમુખ પેજેકિશ્યને નકારી કાઢ્યો
તહેરાન,વોશિંગ્ટન : અમેરિકાનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જ્યોર્જ એચડબલ્યુ બુશ મધ્યપૂર્વમાં પહોંચી ગયું છે. હવે આ ક્ષેત્રમાં અમેરિકા પાસે પરમાણુ શક્તિવાળા ત્રણ મહાકાય કેરિયર થઈ ગયા છે. તેનાથી અમેરિકાના નૌકાદળની હવાઈ હુમલાની ક્ષમતા અને પ્રાદેશિક ક્ષમતા ખૂબ વધી જશે. આ કેરિયર ૯૦ લડાકુ વિમાન લઈ સુદ્ધા લઈ શકે છે. તે રીફ્યુલિંગ વર લાંબા સમય સુધી રહી શકે છે.
પેન્ટાગોન ખાતે અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે જણાવ્યું હતું કે ઇરાનને અમેરિકાની ઘેરાબંધી ચાલુ રહેશે. આ ઘેરાબંધી ઇરાન જ્યાં સુધી વિશ્વ માટે જોખમ હશે ત્યાં સુધી ચાલુ રહેશે. અમેરિકન લશ્કરનો દાવો છે કે આ ઘેરાબંધીના લીધે કુલ ૩૪ જહાજોને પરત વાળવામાં આવ્યા છે, પરંતુ શિપ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ઇરાન આમ છતાં પણ અમેરિકન ઘેરાબંધીને ચાતરી જવામાં સફળ રહ્યુ છે. ૧૩ એપ્રિલના રોજ ઘેરાબંધી શરુ કરવામાં આવ્યા પછી ઇરાનિયન કાર્ગો સાથેના કુલ ૧૧ ટેન્કરો અમેરિકન લશ્કરને થાપ આપીને પસાર થઈ ગયા છે.ઇરાનીયનોએ બનાવટી ટ્રેકિંગ ડેટા જારી કરીને અને પછી પાકિસ્તાની દરિયાઈ સરહદમાં ઘૂસી જઈને નિકાસ કરવાનું જારી રાખ્યું છે.
ઇરાનના ટોચના અધિકારી વિદેશ પ્રધાન પાકિસ્તાન ગયા છે. અહીં તે પાકિસ્તાની અધિકારીઓ સાથે મળીને અમેરિકા અને ઇરાન એક જ ટેબલ પર મંત્રણા માટે આવે તે માટે પ્રયત્ન કરશે. તે પાકિસ્તાન આવ્યા પછી ઓમાન અને રશિયા જાય તેમ માનવામાં આવે છે.
પાકે. ખાડી યુદ્ધનો અંત લાવવા માટેના તેના રાજદ્વારી પ્રયત્નો વધુ વેગવંતા બનાવ્યા છે. અરાઘાચી સાથે પાક.ના વિદેશપ્રધાન ઇશાક દાર અને પાક.ના ફિલ્ડ માર્શલ અસીમ મુનિરે વાત કરી હતી. પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ વર્તમાન સ્થિતિ અંગે તેમના મંતવ્યોની આપલે કરી હતી. તેની સાથે યુદ્ધવિરામ લંબાવવા અને કાયમી શાંતિ સ્થાપવા રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનની ખાડીમાં માઇન્સ મૂકવા આવતી ઇરાનીયન બોટોને દેખો ત્યાં ઠારનો આદેશ જારી કરતાં પરિસ્થિતિ વણસી છે. ઇરાની અધિકારીઓને લાગી રહ્યું છે કે ટ્રમ્પ તેમના મનમાં આવે તેમ નિર્ણયો લઈ રહ્યા છે. જ્યારે ઇરાનના પ્રમુખ પેજેકિશ્યને ટ્રમ્પના ઇરાનની નેતાગીરીમાં વિભાજન હોવાના દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે અમારી વચ્ચે કોઈ વિભાજન નથી. કોઈ આધુનિક અને કોઈ કટ્ટરપંથી નથી. અમે બધા ઇરાની છીએ અને ક્રાંતિકારી છીએ. ઇરાનના ટોચના રાજદ્વારી વીકેન્ડમાં મંત્રણા માટે પાક.નો પ્રવાસ ખેડે તેવી સંભાવના છે, એમ પાકિસ્તાને જણાવ્યું હતું.અમેરિકાની નાકાબંધીના લીધે ઇરાનની નિકાસો અટકી જતાં તેને ફટકો પડી રહ્યો છે. અમેરિકાની ઘેરાબંધીની વ્યૂહરચના સફળ સાબિત થઈ રહી છે. કુવૈતનું કહેવું છે કે ઇરાકમાંથી લોન્ચ થયેલા ડ્રોને ઉત્તરી સરહદે બે સાઇટ પર હુમલા કર્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે જોન્સ એક્ટ વેઇવર બીજા ૯૦ દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. અગાઉ તેમણે ૬૦ દિવસ માટે લંબાવવાજો આદેશ આપ્યો હતો.



