गुजरात
ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be closed on April 27

![]()
Vadodara RTO Office : વડોદરા પ્રાદેશિક મારક વ્યવહાર અધિકારી (RTO) કચેરી દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તા. 27 એપ્રિલ 2026 (રવિવાર)ના રોજ કચેરીની તમામ કામગીરી બંધ રહેશે.
મહાનગર પાલિકા, નગર પાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત RTO કચેરીનો સમગ્ર સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં ફાળવવામાં આવ્યો છે. જેના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન નોંધણી અને ચલણ સંબંધિત તમામ સેવાઓ ઉક્ત તારીખે ઉપલબ્ધ રહેશે નહીં.
તા.27 એપ્રિલ 2026 ના રોજ નિર્ધારિત ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન પોસ્ટ ટ્રાન્ઝેક્શન સંબંધિત તમામ એપોઇન્ટમેન્ટ રિશેડ્યૂલ કરવામાં આવી છે. સંબંધિત અરજદારોને તેમના નોંધાયેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા નવી એપોઇન્ટમેન્ટની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.
તા.28 એપ્રિલ 2026થી RTO કચેરી રાબેતા મુજબ કાર્યરત થશે.



