गुजरात

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage in Vadodara Railway Division reduced to zero



Vadodara Railway Station : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગના વિદ્યુત (TRD) વિભાગ દ્વારા વર્ષ 2025-26માં 302 ટ્રેક કિલોમીટરમાં જૂના અને નબળા ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) વાયરો બદલવામાં આવ્યા છે. આ કામગીરી ખાસ કરીને વડોદરા–સુરત વિભાગમાં હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામે ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ છે.

 વરિષ્ઠ મંડળ વિદ્યુત ઇજનેર (TRD) નલિન લોચન ગુપ્તાએ જણાવ્યું કે વર્ષ 2021-23 દરમિયાન કેટેનરી અને કોન્ટેક્ટ વાયર વારંવાર તૂટવાના કારણે અનેક ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી, જેની મેલ/એક્સપ્રેસ ટ્રેનોની સમયસરતા પર ખૂબ ખરાબ અસર પડી હતી. આ સ્થિતિ સુધારવા માટે મંડળ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

 આ અભિયાન અંતર્ગત 31 માર્ચ 2026 સુધીમાં કુલ 731 ટ્રેક કિલોમીટર OHE વાયર બદલવામાં આવ્યા, જેમાં 363.8 TKM કોન્ટેક્ટ વાયર અને 367.2 TKM કેટેનરી વાયરનો સમાવેશ થાય છે.

 મુખ્ય લાઇન પર વાયર તૂટવાથી થતી TRD ખામીઓ 2022માં 11 હતી તે 2025માં શૂન્ય થઈ ગઈ છે. વાયર તૂટવાના કારણે મેલ/એક્સપ્રેસ ટ્રેનોની સમય-ખોટ 2022માં 223 મિનિટ હતી તે 2025માં શૂન્ય થઈ ગઈ છે.



Source link

Related Articles

Back to top button