વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at political rallies in Vadodara

![]()
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સામાન્ય નાગરિકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ શહેરમાં યોજાઈ રહેલી રાજકીય પક્ષોની રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે.
પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. VMC પણ આ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. લગ્નના વરઘોડામાં પણ કચરો ફેલાવવા બદલ સામાન્ય નાગરિકો સામે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકીય રેલીઓ દરમિયાન જાહેર માર્ગો પર ઉમેદવારોના પ્રચાર પત્રકો અને સાહિત્ય ઠેર ઠેર વેરાઈ જવા પામ્યાં છે. રેલીઓમાં કાર્યકર્તાઓ પ્રચાર પત્રકો માર્ગ પર ફેકી રહ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ પસાર થઈ ત્યાં આ પ્રકારે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લઘન જોવા મળ્યું છે. સ્વચ્છતા માટે સખ્ત નિયમો ધરાવતી VMC આ મામલે કોઈ પગલાં ભરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. આ ઘટના સ્પષ્ટ સૂચવે છે કે સ્વચ્છતાના નિયમો ફક્ત સામાન્ય નાગરિકો માટે જ લાગુ પડે છે કે રાજકીય પક્ષો માટે પણ સમાન ધોરણ રહેશે, તે પ્રશ્ન હવે ચર્ચાનો વિષય બન્યો છે.



