જામનગરના કૈલાશ નગરમાં રહેતા બ્રાસ પાર્ટના ભંગારના વેપારી યુવાન પર પૈસાની લેતી લેતીના મામલે હુમલો : આઠ સામે પોલીસ ફરિયાદ | brass parts dealer living in Kailash Nagar Jamnagar was attacked : FIR against eight

![]()
Jamnagar Crime : જામનગરના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટની ભંગારની લેતીદેતીનો વ્યવસાય કરતા એક વેપારીને કુલ રૂપિયા 95 લાખની ઉઘરાણીના મામલે મારકુટ કરી ધાક ધમકી અપાઇ છે, અને તેના અને તેણીની પત્નીના નામના 22 કોરા ચેક લખાવી લઈ મારકૂટ કર્યાની આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.જામનગર સીટી સી ડીવી પોલિસ સ્ટેશનમાં બી.એન.એસ.કલમ 308(2), 308(3), 308(4), 54, 115(2), 324(4) મુજબ ગુન્હો દાખલ કરાયો છે.
ગત તા.30/03/2026 અને તા.16/04/2026 ના દિવસે કૈલાશ નગરમાં ફરીયાદી નરેશભાઇ વીરજીભાઇ મેંદપરા (ઉ.વ.43) ઘર પાસેથી જામનગરમાં રહેતા આરોપીઓ (1) વિશાલ લગારીયા (2) નીલેશ ડાંગર (3) સુભાષ રાવલીયા (4) સાગર કંડોરીયા (5) ચેતન રાવલીયા (6) જયદીપ લગારીયા (7) દીવુભા (8) સાગર વગેરે પૈસાની લેતી દેતીના મામલે મારકુટ કરી ધાક ધમકી આપી હતી.
આ કામના ફરીયાદી વેપારીએ વિશાલ લગારીયા, નીલેશ ડાંગર તથા સુભાષ રાવલીયા પાસેથી રૂ.65 લાખ ભંગારનો માલ લીધેલ તેમજ રૂ.30 લાખનો ચેતનભાઇ રાવલીયા તથા સાગરભાઇ કંડોરીયા પાસેથી ભંગારનો માલ લીધો હતો. જે રૂપીયા પૈકી કુલ રૂ.10 લાખ વિશાલભાઇ તથા જયદીપભાઇને આપેલ હોય તેમ છતા વિશાલ, નીલેશ ડાંગર, ચેતન રાવલીયા, સુભાષ રાવલીયા અને જયદીપ લગારીયા, દીવુભા તથા અન્ય સાગરભાઇ બધાય ભેગા મળી ફરીયાદી પાસેથી અવાર નવાર રૂપીયાની ઉધારણી કરી ફરીયાદીને ઢીકાપાટુનો ઢોર માર મારી તેમની પાસેથી કુલ-22 કોરા ચેકો તેમના તેમજ ફરીયાદીની પત્નીના સહી વાળા બળજબરી પુર્વક ભયમાં ભુકી તેમની પાસેથી લઇ ગયા હતા.
તેમજ જો રૂપીયા ન આપુ તો મારા છોકરાઓને ઉપાડી જવાની ધાક ધમકીઓ આપી સુભાષએ સી.સી.ટીવી કેમેરો તોડી નુકશાની કરી હતી. જેથી નરેશભાઈ મેદપરા દ્વારા આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તમામ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



