गुजरात

સગાઇની ના પાડનાર યુવતી પર યુવકનો હુમલો | Young man attacks girl who refused engagement



વડોદરા,આજવારોડ પર રહેતા  યુવકને પ્રેમિકાએ સગાઇની ના  પાડતા ઉશ્કેરાયેલા યુવકે બીભત્સ હરકતો કરી જાનથી મારી નાખવાની  ધમકી આપી હતી. જ ેઅંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુુજબ, ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ૨૮ વર્ષના આનંદ નવીનકુમાર  ગોહિલ (રહે. કમલાનગર, આનંદનગર, આજવારોડ)  ને છેલ્લા ૧૦ વર્ષથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરિવારજનો તૈયાર થતા તેઓ વચ્ચે સગાઇ અને લગ્નની વાત ચાલતી હતી. સગાઇ નિમિત્તે યુવતીના પરિવારજનો વીંટી લાવ્યા હતા. જે વીંટી યુવકને પસંદ નહીં પડતા તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. લગ્ન  પહેલા જ યુવકના આવા વર્તનના કારણે યુવતીના પરિવારજનોએ સગાઇની ના પાડી દીધી હતી. જેના પગલે ઉશ્કેરાયેલો યુવક યુવતીનો પીછો કરતો હતો અને રસ્તામાં રોકી તેણે યુવતી સાથે બીભત્સ અડપલા પણ કર્યા હતા. યુવતીની ફરિયાદના આધારે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button