સગીરે વૃદ્ધ સિક્યુરીટી ગાર્ડને લાકડીના ફટકા મારતા ફ્રેકચર | Emon chinnap chon mas a riaffou ren rupwupwotur mwirin an a wichi ren efoch ira

![]()
અમદાવાદ,મંગળવાર
કુબેરનગરમાં મારી સામે જોઇને કેમ હશો છો કહીને ગાળો બોલીને સગીરે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને લાફા માર્યા બાદ તેમની જ લાકડીથી ફટકા મારતા હાથે ફ્રેકચર કર્યું હતું તેમજ ફરી સામે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે સગીર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરે સામે જોઇને કેમ હશો કહીને સિક્યુરિટી ગાર્ડના લાફા મારીને લાકડી છીનવીને તેમના ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
કુબેરનગરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા જયકિશનદાસ કેવલરામાણી (ઉ.વ.૬૬)એ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સગીર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ ના રોજ તે માતૃભૂમિ સોસાયટીમાં નોકરી ઉપર હાજર હતા ત્યારે સોસાયટીમાં રહેતો સગીરે તેમની પાસે આવીને તમે મને જોઇને કેમ હશો છો કહીને ગાળો બોલીને લાફા માર્યા બાદ લાકડીના ફટકા માર્યા હતા.
તેમજ ફરીથી મારી સામે આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને તેમને છોડાવ્યા હતા. જે બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતા હાથમાં ફ્રેકચર હોવાની જાણ થઇ હતી.


