गुजरात

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી વાઈરલ કરવાની આપી ધમકી, 8ની ધરપકડ | Kheda Love Jihad Case Police FIR registered against 9 Accused 8 Arrested



Kheda Love Jihad Case: ખેડામાં ત્રણ વર્ષથી લવજેહાદમાં સગીરાને ફસાવીને 9 શખસોએ સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને પછી ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતા હતા. સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને 8 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

ખેડામાં લવજેહાદ: સગીરા પર 9 શખસોએ આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી મુજબ, પરવેઝ પઠાણ નામના મુખ્ય આરોપીએ બે વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન પરવેઝે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધીને વાંધાજનક ફોટો-વીડિયો ઉતાર્યા બાદ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. 

આરોપી પરવેઝે સગીરાના વાંધાજનક ફોટો-વીડિયો તેના મિત્રોને બતાવ્યા હતા. આ પછી 8 મિત્રોએ પણ સગીરાને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતા અને પરિવારને જાણ કરશે તે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. 

આ પણ વાંચો: ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા, જુઓ વાઈરલ VIDEO

આમ વર્ષ 2023થી 2025 દરમિયાન નરાધમોએ સગીરાને ડરાવી-ધમકાવીને તેનું પર શોષણ કરવામાં આવ્યું હતું. જો કે, અંતે સગીરાએ હિંમત દાખવીને તેના પરિવારને જાણ કરતાં ખેડા ટાઉન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા(BNS) અને પોક્સો એક્ટ હેઠળ મુખ્ય આરોપી પરવેઝ પઠાણ, માહિર, ફૈઝાન, સાહીલ, તૌફીક સહિત કુલ 9 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે 8 નરાધમોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button