ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું | four seats of vadodara district panchayat declated uncontested

![]()
વડોદરાઃ વડોદરા જિલ્લામાં પણ ભાજપની સામ, દામ,દંડ અને ભેદની નીતિ કામ કરી ગઇ હોવાની ચર્ચા રાજકિય વર્તુળોમાં કેન્દ્રમાં રહી છે,જેને પરિણામે જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકમાંથી ૪ બેઠક ભાજપે બિનહરીફ કબજે કરી લીધી છે.
વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠક પર ચૂંટણી યોજાનાર હતી.પરંતુ મોટા ભાગની બેઠકો બિનહરીફ થાય તેવા જિલ્લા ભાજપના પ્રભારી અને ધારાસભ્યો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ દરમિયાન અનેક સ્થળે સમજાવટ,ધમકી અને બળપ્રયોગ જેવા બનાવ બન્યા હતા.
જિલ્લા પંચાયતની સૌથી વધુ બે બેઠક વાઘોડિયા તાલુકામાં બિનહરીફ થઇ છે.જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલ સામે ઉમેદવારોને ગૂમ કરવાના આક્ષેપ થયા હોવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી.પરિણામે કોંગ્રેસના વિરોધ વચ્ચે ગુતાલ બેઠક પર વિશાલ વસાવા અને જરોદ બેઠક પર નવીન વસાવા બિનહરીફ જાહેર થયા છે.
આવી જ રીતે રણોલી બેઠક પર જિલ્લા ભાજપના મંત્રીએ ખેલ પાડયો હતો અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા ભાજપના કૈરવીબા વાઘેલા બિનહરીફ થયા હતા.જ્યારે,કરજણમાં ચોરંદા બેઠક પર ધારાસભ્યએ કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચાવતા ભાજપના જ્યોત્સનાબેન રબારી બિનહરીફ થયા છે.સયાજીપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હોવા છતાં અન્ય ઉમેદવારોને કારણે ચૂંટણી યોજાશે.
વડોદરા જિલ્લાની 8 તાલુકા પંચાયતની 170 બેઠકોમાંથી 19 બિનહરીફ જાહેર કરાઇ
ડેરીમાં ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડેલા પૂર્વ ડિરેક્ટરે ભાજપને ફાયદો કરાવ્યો
વડોદરા જિલ્લાની આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦ બેઠકોમાં ૧૯ બેઠક બિનહરીફ થઇ છે અને તમામ ભાજપને ફાળે ગઇ છે.આ બેઠકોમાં સૌથી વધુ બેઠકો કરજણ તાલુકામાં થઇ છે.આ બેઠકોમાં સાવલીતાલુકા પંચાયતની વેજપુર બેઠક પણ ચર્ચામાં રહી છે.જેમાં ભાજપના ઉમેદવારની સામે બરોડા ડેરીમાં ચૂંટણી લડેલા પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવી આ બેઠક ભાજપને અપાવી હતી.તાલુકા પંચાયત દિઠ જાહેર થયેલી બિનહરીફ બેઠકો આ મુજબછે.
તાલુકા પંચાયત કુલ બેઠક બિનહરીફ બેઠક
કરજણ ૨૦ ૬
વડોદરા ૩૦ ૪
ડેસર ૧૬ ૪
ડભોઇ ૨૦ ૨
વાઘોડિયા ૨૦ ૨
શિનોર ૧૬ ૧
પાદરા ૨૬ —


