હોર્મુઝ બ્લોકેડ : ચીન-અમેરિકા સમુદ્રમાં આમને-સામને આવે તો કોનું પલ્લું ભારે રહેશે ? : આ ગંભીર પ્રશ્ન છે | Hormuz Blockade: If China and America come face to face in the sea whose hand will be heavier

![]()
– ‘માનવીએ સૌથી વધુ સજાવ્યા છે તેનાં શસ્ત્રે પૂર્વજોની કબરો’ : વીલ ડુરાં
– હોર્મુઝ નાકાબંધી પછી સમુદ્રમાં હલચલ તેજ બની છે : ચીન-રશિયા મેદાનમાં આવ્યા છે : સમુદ્રમાં તંગદિલી વધી રહી છે
નવી દિલ્હી : સીઝ ફાયર થયો હોવા છતાંએ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ બરોબર નથી. ઇરાને હજી સુધી હોર્મુઝ સ્ટ્રેઇટસ પૂરેપૂરી ખોલી નથી. જેથી ચીન, ઇરાન, યમન અને રશિયાએ અમેરિકાને ધમકી આપી છે. હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી જ સૌથી વધુ તેલ ચીન પહોંચે છે. દુનિયામાં કુલ તેલનો ૨૦ થી ૨૨ ટકા ભાગ તો એ સ્ટ્રેઇટસમાંથી પસાર થાય છે.
ચીન તે સ્ટ્રેઇટસ ખોલવા પ્રયત્ન કરે છે, હવે હોર્મુઝ બ્લોકેડ થતાં ચીન-અમેરિકામાં તંગદિલી વધી ગઇ છે. ત્યારે જોઈએ ચીન-અમેરિકામાં સમુદ્રમાં કોનું પલ્લું ભારે રહેશે.
ચીન પાસે દુનિયાની સૌથી મોટી નૌ-સેના છે. જેમાં યુદ્ધ જહાજોની સંખ્યા ૮૪૧થી વધુ છે. ગ્લોબલ-પાવર ઇન્ડેકસ પ્રમાણે ૨૦૨૬માં અમેરિકા પાસે ૧૧ વિમાન વાહક જહાજો છે. પરમાણુ સબમરીનો સાથે અમેરિકા પાસે સૌથી વધુ ઘાતક સમુદ્રીય શક્તિ છે. આજે પણ ટેકનિકલી તે સૌથી આગળ છે.
ચીન પાસે કુલ ૮૧૪ (નાના-મોટા) યુદ્ધ જહાજો છે. અમેરિકા પાસે ૪૬૫ યુદ્ધ જહાજો છે. રશિયા પાસે ૭૪૭ યુદ્ધ જહાજો છે. (કદાચ તેથી પણ બે-ચાર વધુ હોઇ શકે) ચીને ઝડપભેર ડીસ્ટ્રોયર્સ અને ફ્રીનોટસ બનાવી રહ્યું છે. તેની પાસે ૩ એરક્રાફટ કેરિયર્સ, અને ૪ હેલિકોપ્ટર-કેરિયર્સ છે. ૬૧ સબમરિન્સ છે. તે પૈકી કેટલીક પરમાણુ ઉર્જાથી સંચાલિત છે. ડીસ્ટ્રોયર્સ ૫૩ છે. ફ્રીગેટસ ૪૬ અને ૫૦ કાર્વેટસ છે. નૌસેનામાં ૨.૫ લાખથી વધુ નાવિક છે. ચીનની નૌ-સેના એશિયા પેસિફિકમાં સૌથી બળવાન છે. ચીન સાગરમાં તો અનિરૂદ્ધ છે. પરંતુ વૈશ્વિક સ્તરે યુદ્ધ લડવાની ક્ષમતા હજી સીમિત છે. કારણકે અમેરિકા જેવા વિશાળ સ્ટ્રાઇક ગુ્રપ નથી.
ગ્લોબલ – ફાયર પાવર ઇન્ડેકસ ૨૦૨૬ પ્રમાણે ચીન સંખ્યામાં આગળ છે. પરંતુ ક્વોલિટી ટેકનોલોજી અને ગ્લોબલ-રીચમાં અમેરિકા મજબૂત છે. અમેરિકા પાસે નૌ-સેનાનાં ૪૬૫ યુધ્ધ જહાજોનું કુલ ટનેજ ૮૨ લાખ ટન છે. જયારે ચીનનું કુલ ટનેજ ૩૧ લાખ ટન છે. ચીન પાસે ૮૪૧ યુધ્ધ જહાજો છે. અમેરિકા પાસે ૪૬૫ છે. જો કે, અમેરિકા ટેકનિકલ દ્રષ્ટિએ ઉન્નત છે. તેની પાસે ૧૧ એરક્રાફટ કેરિયર્સ છે. ૯ હેલિકોપ્ટર કેરિયર્સ છે. ૬૬ સબમરીન્સ છે. જે પૈકી ઘણી પરમાણુ સંચાલિત છે, ૮૩ ડીસ્ટ્રોયર્સ છે. ૩ લાખથી વધુ નૌસૈનિક છે. ચીન ભલે સંખ્યામાં આગળ હોય પરંતુ કવોલિટી, ટેકનોલોજી અને અનુભવમાં અમેરિકા આગળ છે. તેણે દુનિયાના વિવિધ વિસ્તારોમાં પોતાની સેનાના ત્રણે વિભાગોનાં મથકો રાખ્યા છે.


