दुनिया

ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી અમેરિકા સૈન્ય પાછું ખેંચે, તો ઈરાન હોર્મુઝનો જળમાર્ગ ખોલવા તૈયાર | Iran Proposes Hormuz Strait Opening If US Military Withdraws From Region



Iran’s Deal for Hormuz: ઈરાને દાવો કર્યો છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અમેરિકા સાથેના સમજૂતી કરાર(MoU)નો મુસદ્દો તૈયાર કરી દેવાયો છે. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ અનુસાર, જો અમેરિકન સૈન્ય ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પાછું ખેંચાય, તો આ વિસ્તારમાં વ્યાપારી જહાજોની અવરજવર ફરી સામાન્ય થઈ શકે છે.

..તો અમે હોર્મુઝ ખોલવા તૈયાર

રોઇટર્સના અહેવાલ પ્રમાણે, આ કરાર હેઠળ જો અમેરિકા ઈરાનની સરહદોની નજીકથી પોતાના સૈન્ય દળોને હટાવી લે અને નૌકાદળની નાકાબંધી હટાવી દે, તો આગામી એક મહિનાની અંદર હોર્મુઝનો જળમાર્ગનો શિપિંગ ટ્રાફિક યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી શકે છે.

આ પણ વાંચો : Explainer: ઈસ્લામ ધર્મના પવિત્ર કાબાની અંદર શું છે? જાણો 63 કરોડના ‘કિસ્વા’ અને સોનાના દરવાજાનું ઐતિહાસિક મહત્ત્વ

ડીલમાં ઓમાનનો પણ ઉલ્લેખ

જો કે, હાલ સૈન્ય જહાજોને આ મુક્તિમાંથી બાકાત રખાયા છે. આ યોજનામાં વેપારી જહાજોના સંચાલનની જવાબદારી ઓમાનના સહયોગથી ઈરાન જ સંભાળશે તેવી વ્યાપક રૂપરેખા તૈયાર કરાઈ છે. જો કે, અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે, અનૌપચારિક માળખાને હજી આખરી ઓપ અપાયો નથી જ્યાં સુધી ઠોસ ખાતરી (ટેન્જિબલ વેરિફિકેશન) ના મળે, ત્યાં સુધી ઈરાન આ દિશામાં કોઈ પગલું ભરશે નહીં.

આ પણ વાંચો : ઈરાનની જેલમાં કેદ 10 ભારતીય નાવિકો મુક્ત, 10 મહિના પછી કૂટનીતિક જીત બાદ હવે ઘરવાપસીની તૈયારી



Source link

Related Articles

Back to top button