दुनिया

ગાઝામાં બકરી ઇદનો તહેવાર નિસ્તેજ : કુર્બાની માટે બકરી મળતી નથી 1 કિલો માંસ પણ મળતું નથી | Bakrid festival in Gaza lacks vigor: No goat for sacrifice not even 1 kg of meat available



– હજી ગાઝા શહેર અને ગાઝા પટ્ટી ખંડેર રહ્યા છે

– માતા વિના પોતાના બાળકો માટે નવા કપડાં, મીઠાઈઓ કે એક કિલો માંસ ખરીદી શકતા નથી : ચોમેર હતાશા છે

ગાઝા : એક સમય એવો હતો કે ગાઝામાં બકરી ઇદનો તહેવાર ખુશીઓ, મિઠાઇઓ, કુર્બાની અને નવાં કપડાં સાથે લોકો આનંદભેર ઉજવતા હતા. દરેક બાજુએ રોનક દેખાતી હતી. પરંતુ અત્યારે નથી બકરી મળતી અરે એક કિલો માંસ પણ એટલું મોંઘુ થઇ ગયું છે કે તે પણ માતા-પિતા ખરીદી શકતા નથી. હાલાત તેવી છે કે લોકો બજારમાં જઈ માત્ર બધું જોઈને જ સંતોષ માને છે. ગાઝામાં તહેવારનો આનંદ નથી, માત્ર નિશ્વાસ રહ્યા છે.

એક પેલેસ્ટાઇન મહિલા નાદીયા અબુ એ પત્રકારોને કહ્યું હતું કે બજારમાં બધુ માત્ર જોવા જ જાઉં છું, કારણ કે હું કશું ખરીદી શકતી નથી. મન ભાંગી જાય છે.

ઉલ્લેખનીય છે કે ઓકટોબર ૨૦૨૫માં અમેરિકાની મધ્યસ્થતાથી ગાઝામાં યુધ્ધ વિરામ થયો છે. તેમ છતાં ઇઝરાયલના હવાઇ હુમલા ચાલુ છે.

રહેન અબુ અબ્દુલા અબુ મોસાદરે કહ્યું હતું કે, આ સીઝ ફાયર એક મોટુ જુઠ છે છતાં બાળકો માટે મીઠાઇ ખરીદી તેમને ખુશ કરવા પ્રયત્નો કરીએ છીએ. તેણે વધુમાં કહ્યું તેણે તેના ભાઈની સાથે મળીને ૧૩૦૦૦ રોકડ ખર્ચી એક બકરી ખરીદી હતી. તે કિંમત ૪.૪ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. બહુ થોડા લોકો આટલો ખર્ચ કરી શકે.

બકરી ઇદ હજયાત્રા પૂરી થઇ હોવાનું પ્રતિક છે. તેમાં મુખ્યત્વે તો બકરીની કુર્બાની અપાય છે તેનું મહત્વ ઘણું છે પરંતુ અત્યારે બહારથી પશુઓ આવી શકતાં નથી. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન જણાવે છે કે ગાઝા યુધ્ધ શરૂ થયું તે પહેલાં જેટલી બકરીઓ હતી તેના માત્ર ચોથા ભાગની બકરી બચી છે. એટલે કે ૨૧ લાખની વસ્તીવાળા ગાઝામાં આશરે ૧૫૦૦૦ બકરીઓ જ બચી છે.

યુધ્ધ પહેલા બકરી આશરે ૧૦૦૦માં મળતી હતી અત્યારે તેની કિંમત ૧૧૦૦૦ થી ૧૫૦૦૦ સુધી પહોંચી ગઈ છે.

ગાઝા પટ્ટીમાં ગેસની અછત હોવાથી માટીના ચૂલા બનાવી લોકો ભોજન પકવે છે. આમ ગાઝાની હાલત હજી પણ કરૂણ રહી છે.



Source link

Related Articles

Back to top button