दुनिया

એપસ્ટિન ફાઇલ્સમાં મીરા નાયરનું નામ, 2009ની હાઈ-પ્રોફાઈલ આફ્ટરપાર્ટી સાથે જોડાયા તાર | Zohran Mamdani’s Mother Mira Nair Mentioned in Epstein Files 2009 Party Details



Zohran Mamdani’s Mother Mira Nair Mentioned in Epstein Files: ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના પરિવાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. બદનામ બિઝનેસમેન જેફ્રી એપસ્ટિન (Jeffrey Epstein) ના જાહેર થયેલા દસ્તાવેજોમાં જોહરાન મમદાનીના માતા અને જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયરનું નામ સામે આવ્યું છે.

શું છે ઇમેઇલનો વિવાદ?

અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની એપસ્ટિન ફાઇલ્સમાં એક ઇમેઇલ સામે આવ્યો છે. આ ઇમેઇલ પબ્લિસિસ્ટ પેગી સીગલ દ્વારા 21 ઓક્ટોબર 2009 ના રોજ જેફ્રી એપસ્ટિનને મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં ઘિસલેન મેક્સવેલના ન્યૂયોર્ક સ્થિત ટાઉનહાઉસમાં આયોજિત એક આફ્ટરપાર્ટીનો ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે, મેક્સવેલ અત્યારે સેક્સ ટ્રાફિકિંગના ગુનામાં 20 વર્ષની જેલ ભોગવી રહી છે.

આ પણ વાંચો: એપસ્ટિન ફાઇલ્સ: પાવરફુલ લોકોનું ‘ડાર્ક વર્લ્ડ’ જાહેર, ઈવાન્કા અને મસ્કના નામથી ખળભળાટ!

મીરા નાયરની ફિલ્મ ‘Amelia’ અને તે રાતની પાર્ટી

આ હાઈ-પ્રોફાઈલ પાર્ટી મીરા નાયર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘Amelia’ ના સ્ક્રીનિંગ બાદ રાખવામાં આવી હતી. ઇમેઇલમાં પેગી સીગલે લખ્યું હતું કે, “હમણાં જ ઘિસલેનના ટાઉનહાઉસથી નીકળી… ફિલ્મની આફ્ટર પાર્ટીમાં બિલ ક્લિન્ટન, જેફ બેઝોસ અને ડિરેક્ટર મીરા નાયર હાજર હતા…”. આ ફિલ્મમાં હિલેરી સ્વેંક અને રિચર્ડ ગેરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, ઇમેઇલમાં ફિલ્મ પ્રત્યેના પ્રતિભાવો ‘ઠંડા’ હોવાનું પણ જણાવાયું હતું.

તાજેતરના ખુલાસામાં શું છે?

ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે જણાવ્યું કે ન્યાય વિભાગે જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા 30 લાખથી વધુ પાનાના રેકોર્ડ્સ, 2,000 થી વધુ વીડિયો અને 1,80,000 થી વધુ તસવીરો જાહેર કરી છે. આ દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુ, એલોન મસ્ક અને અન્ય અનેક રાજકીય તેમજ બિઝનેસ જગતના દિગ્ગજોના નામ સામેલ હોવાનું કહેવાય છે. પીડિતોની સુરક્ષા માટે કેટલીક માહિતી હટાવવામાં આવી છે, પરંતુ હજુ પણ અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.



Source link

Related Articles

Back to top button