दुनिया

હોર્મુઝમાં તંગદિલી વધી : ભારતના જહાજ પર ઇરાનનો ગોળીબાર- કબજો | Tensions rise in Hormuz: Iran fires on Indian ship seized it



– ટ્રમ્પે યુદ્ધવિરામ અનિશ્ચિત મુદત સુધી લંબાવ્યો પણ હોર્મુઝ ફરતે નાકાબંધી યથાવત્

– કુલ ત્રણ જહાજ ઇરાની નૌકાદળના ગોળીબારનો ભોગ બન્યા ભારતનું જહાજ ગુજરાતમાં મુંદ્રાના બંદરે આવી રહ્યું હતું

– અમેરિકા સાથે હાલ મંત્રણા કરવા ઇરાનનો સ્પષ્ટ ઇનકાર : શુક્રવારે ચર્ચા થવાનો ટ્રમ્પનો દાવો

– હોર્મુઝમાં હજી પણ ભારતના કુલ 13 જહાજ ફસાયેલા, ઇરાને ગયા સપ્તાહે પણ ભારતીય જહાજ પર હુમલો કર્યો હતો

તહેરાન,વોશિંગ્ટન : હોર્મુઝની ખાડીમાં ઇરાનના નૌકાદળે ત્રણ જહાજો પર ગોળીબાર કર્યો છે અને તેમા એક ભારતીય જહાજ પણ છે. ભારતીય જહાજ સહિતના ત્રણ જહાજો જપ્ત પણ કરી લીધા છે. બીજી બાજુએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાન સાથેનું યુદ્ધવિરામ લંબાવતા દાવો કર્યો છે કે ઇરાન તેના વિભાજીત નેતાગીરીના કારણે કોઈ નિર્ણય ન લઈ શકતા પાક.ની વિનંતીને માન આપીને યુદ્ધવિરામ લંબાવાયો છે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુદ્ધ પડતું મૂકીને યુદ્ધવિરામ લંબાવતા પણ ઇરાનની ઘેરાબંધી ચાલુ રાખતા ઇરાન ગિન્નાયુ છે. તેણે જ્યાં સુધી ઘેરાબંધી હટે નહીં ત્યાં સુધી અમેરિકા સાથે મંત્રણા કરવાનો ધરાર ઇન્કાર કરી દીધો છે. અમેરિકાએ ઇરાનનું ગળુ દબાવતા હોય તેમ તેની આર્થિક નાકાબંધી જારી રાખી છે. તેથી જ ઇરાન સાથે મંત્રણા માટે નીકળવાની તૈયારી કરનારા સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરને છેલ્લી ઘડીએ વ્હાઇટ હાઉસમાં યોજાનારી મંત્રણામાં જોડવા જણાવાયું હતું. આવું જ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સનું હતું. જો કે ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવાનો નિર્ણય ખાસ્સી રાજદ્વારી ચર્ચા પછી લેવાયો છે. આમ વોશિંગ્ટન ઇરાનની નવી દરખાસ્તની રાહ જોઈ રહ્યું છે. ઇરાન ટૂંક સમયમાં વીજપુરવઠા વગરનું થઈ જાય તો આશ્ચર્ય નહ

ઇરાનના વિદેશપ્રધાન અરાઘચીએ જણાવ્યું હતું કે કોઈ દેશના બંદરોની ઘેરાબંધી કરવી તે યુદ્ધનું કૃત્ય કહેવાય છે. તેથી અમેરિકાએ હવે વળતો પ્રહાર ખમવો પડે તો આશ્ચર્ય નહી થાય. અરાઘચીએ જણાવ્યું હતું કે કોઈ દેશનું યુદ્ધજહાજ જપ્ત કરવું તે કૃત્ય પણ યુદ્ધનું કૃત્ય જ કહેવાય અને તે યુદ્ધવિરામનો પણ ભંગ છે. ઇરાન આનો વળતો જવાબ કઈ રીતે આપવો અને પોતાના હિતોનું રક્ષણ કઈ રીતે કરવું તે જાણે છે. જ્યારે મંત્રણા અંગે ઇરાને જણાવ્યું હતું કે તે ક્યારે શરૂ થશે તે કહી ન શકાય. 

ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જે બે જહાજોને જપ્ત કર્યા છે તેમાનું એક ગુજરાત જઈ રહ્યુ હતુ. આ માલવાહક જહાજ છે. ઇરાને બંને જહાજો પર નેવિગેશન સિસ્ટમમાં હેરફેર કરવાનો અને હોર્મુઝની સુરક્ષા ભયમાં મૂકવાનો આરોપ લગાવ્યો. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન બ્રોડકાસ્ટિંગ  (આઇઆરઆઇબી) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ આ બંને જહાજ જેની ઓળખ એમએસસી-ફ્રાન્સિસ્કા અને એપામિનોડ્સ તરીકે થઈ છે. તેઓ આ રણનીતિક માર્ગ પરથી પસાર થતાં સમયે નિયમોના ભંગમાં સામેલ હતા. ભારતના કુલ ૧૩ ફસાયેલા જહાજ આવવાના બાકી છે. 

આ પહેલા બુધવારે હોર્મુઝમાં કુલ ત્રણ કન્ટેનર જહાજો પર હુમલાની વાત આવી હતી. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડની એક ગનબોટે ઓમાનમાં લગભગ ૧૫ નોટિકલ માઇલ પૂર્વમાં એક કન્ટેનર જહાજ પર ગોળીબાર કર્યો. યુનાની કંપનીની માલિકીવાળા જહાજ એપામિનોડાસને ખાસ્સુ નુકસાન પહોંચ્યું. જો કે ક્રૂના સભ્યો સંપૂર્ણપણે સલામત છે. ઇરાને બીજો હુમલો પનામાનો ઝંડાવાળા યુફોરિયા જહાજ પર કર્યો. તે યુએઈની એક કંપનીનું જહાજ હતું. ઇરાનના આઠ નોટિકલ માઇલથી પશ્ચિમે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. 

યુકેએમટીઓએ જણાવ્યું હતું કે આ જહાજ ઇરાનના કિનારેથી છ નોટિકલ માઇલ દૂર હતુ ત્યારે તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ જહાજ હુમલા સમયે હોર્મુઝમાં દક્ષિણની અને ઓમાનની ખાડીમાં જઈ રહ્યું હતું. જહાજના બહારના માળખાને અને રહેવાના સ્થળોને નુકસાન થયું હોવાનું મનાય છે. ઇરાને આ પહેલા શનિવારે પણ ભારતનો ઝંડો લાગેલા જહાજ પર હોર્મુઝમાં ગોળીબાર કર્યો હતા. મધ્યપૂર્વમાં યુદ્ધ શરુ થયા પછી વેપારી જહાજો પર ૩૦ હુમલા થઈ ચૂક્યા છે. 

ઇરાનની અર્ધસરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇરાનના પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડે તે વિચાર વ્યક્ત કર્યો છે કે અખાતના આરબ દેશોએ હોર્મુઝની ખાડીમાં ગમે ત્યારે અંડરસી કેબલ તે ઘટનાનો મોટો ફટકો વેેઠવો પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે જાણીબૂઝીને કે ભૂલથી કરવામાં આવનારા આ પગલાંના લીધે આખા અખાતી દેશોનું અર્થતંત્ર ખાડે ચઢી જાય તેમ છે. હોર્મુઝની ખાડીમાંથી અનેક કેબલ પસાર થઈ રહ્યા છે. રેડ સીમાં અગાઉ પણ કેબલ્સ કપાયા છે ત્યારે ખાડીનો વિસ્તાર કેબલ આઉટેજની સ્થિતિનો સામનો કરી ચૂક્યો છે. યેમેનના ઇરાન સમર્થિત હુથી બુમલાખોરોએ ભૂતકાળમાં પણ કેબલ ઉડાવી દેવાની ધમકી આપી છે. 

ઇરાનનાં જહાજો બીજા દેશોના ધ્વજ સાથે પસાર થાય છે

યુ.એસ. નેવીને છેતરી ઇરાનનાં બે ટેન્કર્સ અરબી સમુદ્રમાં પહોંચ્યાં

– રાત્રે લાઈટો બંધ રાખી બે ટેન્કર્સ 40 લાખ બેરલ ઓઇલ નિકાસ માટે લઇ ગયાં

મીડીયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇરાનનાં બે ટેન્કર્સ હીરો-સેકન્ડ અને હેડી ૪૦ લાખ બેરલ જેટલું ક્રૂડ ઓઇલ લઈ પર્શીયન ગલ્ફમાંથી નીકળી અરબી સમુદ્રમાં પહોંચી ગયાં છે. ગલ્ફ ઓફ પર્શિયા અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતી સાંકડી સમુદ્ર ધુનિ જે સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝ તરીકે ઓળખાય છે ત્યાં અત્યારે પરિસ્થિતિ અત્યંત તંગદિલીભરી રહી છે. અમેરિકી નૌસેનાએ ત્યાં નાકાબંધી કરી રાખી છે, અને તેલ ગેસ ભરેલાં જહાજોને આગળ વધતાં રોકે છે. તેથી વૈશ્વિક વ્યાપાર અને તેલના પુરવઠા ઉપર ગંભીર અસર પડી છે. તેવામાં અમેરિકી નૌ સૈનિકોની આંખોમાં ધૂળ નાખી ૪૦ લાખ બેરલ ક્રૂડ લઇ બે ટેન્કરો અરબી સમુદ્રમાં પહોંચી ગયાં છે.

બ્લુમબર્ગના રીપોર્ટ પ્રમામે તે ટેન્કરો પોતાના એ.આઈ.એસ. ટ્રાન્સપોન્ડર્સ (જીપીએસ જેવી ટ્રેકીંગ સીસ્ટમ) તથા લાઈટ્સ બંધ કરી દે છે. તે ઇરાનનાં શૅડો ફ્લટ દ્વારા પ્રતિબંધો અને નજરથી બચવા માટેની એક પુરાણી તરકીબ છે. તેનાં ૩૪ ટેન્ડર્સ નાકાબંધી પાર કરી ચૂક્યાં છે, હજી સુધીમાં ૯૦ લાખ બેરલ તેલ નિકાસ થઇ ચૂક્યું છે.

અલ જજીરા અને અન્ય એજન્સી કહે છે કે કેટલાંયે જહાજો માલ લઇને બહાર નીકળી ગયાં છે, નાકા બંધી છતાં નિકાસ ચાલુ છે. ન્યૂઝ ૧૮ જણાવે છે કે અમેરિકી નૌ સેનાને છેતરવા ઇરાનનાં જહાજો બીજા દેશના ધ્વજ ચઢાવી, નામ પણ બદલી શાંતીપૂર્વક પસાર થઇ જાય છે.

હોર્મુઝ પસાર કરવા ઇરાનને કેશ કે ક્રિપ્ટોમાં કોઈપણ ચૂકવણીનો ભારતનો ઇનકાર

ભારતે હોર્મુઝની ખાડીમાંથી તેના જહાજો સલામત રીતે પસાર થવા દેવા માટે ઇરાનને રોકડ કે ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં કોઈપણ પ્રકારની ચૂકવણી કરી હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો. ભારતે આ વાત આ વિસ્તારમાં તનાવ વધી રહ્યો છે ત્યારે જણાવી હતી. આ વિસ્તારમાં તનાવ સતત વધી રહ્યો છે. ભારતે આ સ્પષ્ટતા ત્યારે કરી હતી જ્યારે ઇરાનીયન દળોએ હોર્મુઝમાંથી પસાર થતાં બે ભારતીય જહાજો પર ગોળીબાર કરીને તેને પરત ફરવાની ફરજ પાડી હતી, જે ૧૮મી એપ્રિલના રોજ મહત્ત્વનો જળમાર્ગ પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હોર્મુઝમાં પાચા ફરતા પહેલા ભારતીય ટેન્કર સન્માર હેરલ્ડના કેપ્ટનનો તે વિડીયો સંદેશ સાંભળી શકાય છે કે તે ઇરાનીયન દળોને ગોળીબાર બંધ કરવા વિનંતી કરતો હતો. તે કહેતો હતો કે તમે તો પહેલાં તેને પસાર કરવાની મંજૂરી આપી હતી અને હવે કેમ તેના પર ગોળીબાર કરો છો. તે સતત કહેતો હતો આ મોટર વેસલ છે. તમે મને મંજૂરી ાપી હતી, હવે કેમ હુમલા કરો છો. જો કે ઇરાનના નૌકાદળે તેમની વાત સાંભળી ન હતી. આ પહેલા એવા અહેવાલો પ્રસારિત થયા હતા કે સાઇબર ક્રિમિનલોએ ઇરાનના નામે એક જહાજને આ રીતે લૂંટયુ છે.



Source link

Related Articles

Back to top button