गुजरात

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે, રાજેશની CBIએ કરી ધરપકડ

ગુજરાતના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ. લાંબી તપાસ બાદ અંતે કે. રાજેશની ધરપકડ કરવામાં આવી. CBIની ટીમે ત્રાટકીને કરી કે. રાજેશની ધરપકડ કરી. કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ છે. કે.રાજેશ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે. સામાન્ય વહિવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતાં. થોડાં સમય પહેલાં જ કે. રાજેશના ઠેકાણાં ઉપર દરોડા પડ્યાં હતાં. સુરતમાં પણ કે. રાજેશનું કનેક્શન નીકળ્યું હતું. સુરતમાં કે. રાજેશના વચેટીયાની થઇ ધરપકડ હતી.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને ગુજરાતના જ આઈએએસ અદિકારી એ.કે. રાકેશ દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદને આધારે આઈએએસ અધિકારી કનકિપતિ રાજેસ સામે પગલાં લેવામાં આવ્યા છે. આઈએએસ એ.કે. રાકેશની ફરિયાદમાં કનકિપતિ રાજેશે શસ્ત્રના લાઈસન્સ ઇશ્યૂ કરી આપવા માટે, સરકારી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નામે ટ્રાન્સફર કરી આપવા માટે તથા સરકારી જમીન પર દબાણ કરનારાઓને નામે જમીન કરી આપવા માટે તથા વન વિસ્તારની અનામત જમીન વન વિભાગની મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લીધી હતી. ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી આઈએએસ એ.કે. રાકેશે ૨૭મી ડિસેમ્બર ૨૦૨૧ના દિનેસ ભારત સરકારને એક ફરિયાદ આપવામાં આવી હતી. કે. રાજેશે ૨૭૧થી વધુ આર્મ્સ લાઈસન્સ ઇશ્યૂ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમાંથી ૩૯ લાઈસન્સ ધારકો અંગે નેગેટીવ રિપોર્ટ હોવા છતાંય તેમને લાઈસન્સ આપી દીધા હતા.

Related Articles

Back to top button