गुजरात

ગોઝારિયા અને ખદલપુરમાં તીનપત્તીનો જુગાર રમતા 8 શખ્સો કુલરૂ..૪૧૯૮૫૦નો મુદ્દામાલ કબ્જે

મહેસાણા તાલુકાના ગોઝારીયા અને ખદલપુરમાં ચાલી રહેલા તીન પત્તીના જુગારના સ્થળે લાંઘણજ પોલીસે રેડ પાડી હતી. અહીં જુગાર રમી રહેલા ૮ શખસોની ધરપકડ કરીને બન્ને સ્થળેથી પોલીસે વાહન, રોકડ, મોબાઈલ સહિત કુલ રૃ.૪૧૯૮૫૦નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મહેસાણા જિલ્લામાં જુગાર અને દારૃની પ્રવૃતીઓ અટકાવવાની સુચના અન્વયે લાંઘણજ પોલીસ ગોઝારીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળની ચીકુડીના ખેતરમાં તીન પત્તીના જુગાર રમવાની પ્રવૃતી ચાલી રહી છે. જેના આધારે પોલીસે અહીં રેડ કરીને ભિખા બળદેવભાઈ પેટલ, અજય ચંદુભાઈ પટેલ, ભરત મફતલાલ પટેલ, ભરત જુગાજી ઠાકોર અને જેનીસ ઉર્ફે તાતીયો રાકેશભાઈ પટેલને ઝડપી લીધા હતા.જયારે આ સ્થળેથી કાર અનદ્દ્રિચક્રી સહિત ત્રણ વાહન પાંચ મોબાઈલ અને રોકડ સહિત રૃ.૩૪૧૧૫૦ની મત્તા કબજે કરી હતી.ઉપરાંત ખદલપુર ગામમાં આવેલા મંદિર આગળ ચાલતા જુગારના સ્થળે રેડ કરીને અહીંથી ભરત દશરથજી ઠાકોર, દશરથ ખોડાજી ઠાકોર અને ચંદુ સેંધાજી ઠાકોરને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ, જુગાર રમવાના સાહિત્ય અને મોબાઈલ મળી રૃ.૭૮૭૦૦નો મુદ્દામાલ કબજે લઈને તપાસ આરંભી હતી.

Related Articles

Back to top button