गुजरात

જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર એક રહેણાંક મકાનમાં લાગી આગ

જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર આવેલા એક રહેણાક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર તંત્ર એ તુરતજ દોડી જઈ આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી, અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જામનગર શહેરમાં ગોકુલનગર નજીક રડાર રોડ પર ક્રિષ્ના ટેનામેન્ટમાં રહેતા નિલેશભાઈ ધીરુભાઈ સિહોરા ના રહેણાંક મકાનમાં આજે સવારે દસ વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવા ના કારણે આગ લાગી હતી, અને ફ્રીજ તેમજ અન્ય ઇલેક્ટ્રીક ઉપકરણો- વાયરીંગ વગેરે સળગવા લાગ્યું હતું.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને માત્ર ૧૦ મિનિટના સમયગાળામાં જ આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી, અને બાકીની અન્ય ઘરવખરીને બચાવી લેવાઈ હતી .આગની આ ઘટનાના પગલે આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. પરંતુ ફાયર શાખાએ સમયસર આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાથકારો અનુભવ્યો હતો.

Related Articles

Back to top button