गुजरात

અમદાવાદ કલેક્ટર કચેરીના પટાવાળા અને બે શખ્સોએ ભેગા મળીને કર્યું એવું કારસ્તાન કે પોલીસ ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ કલેકટર કચેરીના પટ્ટાવાળા સહિત બે શખ્સોએ ભેગા મળીને સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ફોર્મમાં કલેકટર કચેરી ડીસી બ્રાંચમાંથી એડીશનલ ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટનો રાઉન્ડ શીલ મારી તેની પર જીલ્લા કલેકટર સંદિપ સાંગલેની ખોટી સહી કરીને ખોટા દસ્તાવેજી બનાવ્યા હતા. બાદમાં બન્ને શખ્સોએ આ ડોક્યુમેન્ટ સુભાષબ્રિજ ખાતે આધારકાર્ડ સેન્ટરમાં રજૂ કરતા સમગ્ર કૌભાંડનો પદાફાર્શ થયો હતો. આ અંગે સાબરમતી મામલતદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં કલેકટર કચેરીના પટ્ટાવાળા સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ગાંધીનગરમાં રહેતા વસંતકુવરબા પરમાર સાબરમતી મામલતદાર કચેરી ખાતે મામલતદાર તરીકે સુભાષબ્રીજ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેમની પાસે વધારાનો ચાર્જ ઈન્ચાર્જ મામલતદાર એલીયન રીકવરી, તથા વસ્તી ગણતરીનો છે.

Related Articles

Back to top button