गुजरात

માંડવીનાં દરીયા કાંઠે બનશે પહેલી 5 સ્ટાર હોટલ, રૂ.100 કરોડનાં ખર્ચે આલિશાન પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર

કચ્છ : ગુજરાતમાં માંડવી બિચ પર પહેલી 5 સ્ટાર હોટલ બનવા જઇ રહી છે. આ હોટલનું નામ ‘હોટલ ક્લિફ’ રાખવામાં આવશે. જે 18 એકરની જમીનમાં તૈયાર થશે. સર્વે નંબર 268 પર ક્રાંતિ તિર્થમાં આ પ્રોજેક્ટ બનશે જેમાં 172 રૂમ હશે. જેમાંથી 92 રૂમ સિ ફેસિંગ હશે.

બે લાખ સ્ક્વેર ફિટમાં હોટલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જે માટે ગુજરાત સરકાર દ્વારા MoU સાઇન કરવામાં આવ્યાં છે.

આ માટેનાં કેટલાંક અપ્રૂવલ લેવાનાં બાકી છે જ્યારે કેટલાંકને મંજૂરી મળી ગઇ છે. આવનારા એક મહિનામાં કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થઇ જશે. પ્રોજેક્ટનું નિર્માણ કામ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે. જે બાદ કોમર્શિયલ બેઝિઝથી હોટલ જૂન 2023 સુધીમાં તૈયાર થઇ જશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close